COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Black Water: કાળું પાણી એટલે કે બ્લેક વોટર...આજકાલ મોટી મોટી હસ્તીઓમાં આ કાળા પાણીનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલી, અનુશ્કા શર્માથી લઈને મલાઈકા અરોડા, ઉર્વશી રૌતેલા જેવા અનેક સેલેબ્રિટીઓના હાથમાં આ કાળા પાણીની બોટલ તમને જોવા મળતી હશે. આ જે પાણી છે તેમાં એવા અનેક ગુણ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. 


અસલમાં આ બ્લેક વોટરને જ આલ્કલાઈન વોટર પણ  કહેવાય છે. આવો જાણીએ કે આખરે આ બ્લેક વોટર શું છે અને તેના બે ઘૂંટડા પાણી શરીરમાં જવાથી શું શું  ફાયદા થાય છે. આ સાથે જ તેના સ્વાદ વિશે પણ અમે તમને જણાવીશું. 


શું હોય છે આ બ્લેક વોટર
બ્લેક એટલે કે આલ્કલાઈન વોટરમાં સામાન્ય પાણી કરતા ઘણા મિનરલ્સ હોય છે. અસલમાં આ પાણીનું પીએચ લેવલ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. કોઈ પણ ખાવાનું કે પીવાની વસ્તુનું પીએચ સ્તર એ વાત પર નિર્ભર હોય છે કે તે કેટલું આલ્કલાઈન (ક્ષારયુક્ત) હોય છે. બ્લેક વોટરની વાત કરીએ તો તેનું પીએચ લેવલ હંમેશા 8ની ઉપર હોય છે. જ્યારે સામાન્ય પાણીનું પીએચ લેવલ 6થી 7 વચ્ચે હોય છે. સામાન્ય પાણી કરતા વધુ મિનરલ્સ આલ્કલાઈન વોટરમાં મળી આવે છે. તેમાં લગભગ 70થી વધુ નેચરલ મિનરલ્સ હોય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube