નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સંકટ વચ્ચે દેશમાં ઓક્સિજન (Oxygen) ની અછતને દૂર કરવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi), કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, સ્વાસ્થ્ય મંત્રાલય, રેલવે વિભાગ, સેના, એરફોર્સ, પોલીસ વિભાગ દિવસ રાત લોકોના જીવ બચાવવા માટે કામ કરી રહી છે. સરકાર વિદેશોથી ઓક્સિજન જરેશન પ્લાન્ટ (Oxygen Generation Plant) મંગાવવા જઇ રહી છે. આ પ્લાન્ટ દર કલાકમા6 2400 લીટર ઓક્સિજન સુધી બનાવી શકે છે. તેમને લાવવાની જવાબદારી રક્ષા મંત્રાલય (Ministry of Defense) એ ઉપાડી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં ખૂટી પડ્યો Oxygen, દોઢ કલાક ચાલશે: 20 દર્દીના મોત, 200 જીંદગી ખતરામાં


પીએમની સ્થિતિ પર સીધી નજર
દેશમાં સ્થિતિને સંભાળતાં હવે કેંદ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. જેના લીધે હવે કેંદ્ર સરકાર, સિંગાપુર (Singapore) અને UAE સાથે ઉચ્ચ ક્ષમતાવાળા ઓક્સિજન ટેન્કર (Oxygen Tanker) મંગાવવા જઇ રહી છે. આ પહેલાં જર્મની (Germany) થી 23 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ (Oxygen Generation Plant) હવાઇ માર્ગથી લાવવાનો નિર્ણય કર્યો છે. 

DNA ANALYSIS: કોરોના સામે જંગમાં મહત્વપૂર્ણ સાબિત થશે Virafin, જાણો કઇ રીતે કરશે કામ


તેમાંથી દરેક પ્લાન્ટ પ્રતિ મિનિટ 40 લીટર અને પ્રતિ કલાક 2400 લીટર ઓક્સિજન ઉત્પાદન કરી શકે છે. મંત્રાલયનો આ નિર્ણય એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે દેશમાં કોરોના વાયરસ સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે અને ઘણા રાજ્ય ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યા છે. 

Research માં દાવો: Corona Vaccine ના પ્રથમ ડોઝ બાદ આટલો ઓછો થઇ જાય છે Infection નો ખતરો


બંધ ઓક્સિજન પ્લાન્ટ ચાલુ કરવાનો આદેશ
આ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) એ રાજ્યોને ઉત્પાદન વધારવા માટે બંધ પડેલી ઓક્સિજન એકમો (Oxygen Units) ને ફરીથી શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. જેથી જલદી જ દેશમાં ઓક્સિજન સંકટ પુરી રીતે ખતમ થઇ શકે. તો બીજી તરફ કોઇપણ દર્દીનો જીવ ઓક્સિજનની અછતના લીધે ન જાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube