Modi Cabinet Meeting: MSPને લઈને મોદી સરકારની મોટી જાહેરાત, કેબિનેટની બેઠકમાં આ 14 પાકો પર લેવાયો નિર્ણય
MSP On 14 Crops: કેન્દ્ર સરકારે આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. સરકારે 14 પાક પર એમએસપીને મંજૂરી આપી છે.
નવી દિલ્હીઃ MSP In Crops: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે 14 ખરીફ પાક માટે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ (MSP) ને મંજૂરી આપી છે. સૂચના તથા પ્રસારણ મંતી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું- કેન્દ્રીય મંત્રીમંડળે ડાંગર, રાગી, બાજરી, જુવાર, મકાઈ અને કપાસ સહિત 14 ખરીફ સીઝનના પાક પર એમએસપીને મંજૂરી આપી છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું- પ્રધાનમંત્રી મોદીનો ત્રીજો કાર્યકાળ ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે આ કિસાનોના કલ્યાણ માટે ઘણા નિર્ણયોના માધ્યમથી પરિવર્તનની સાથે સાતત્ય પર કેન્દ્રીત છે. તેમણે કહ્યું કે ખરીફ સીઝન શરૂ થઈ રહી છે. ખેડૂતોને પ્રાથમિકતા આપતા 14 પાક પર એમએસપી કેબિનેટે મંજૂર કરી છે. એમએસપી ઓછામાં ઓછી 1.5 ગણી હોવી જોઈએ. ડાંગરની નવી એમએસપી રૂ. 2300 કરવામાં આવી છે, જેમાં રૂ. 117નો વધારો થયો છે. 2013-14ની કિંમત 1310 રૂપિયા હતી.
કયાં પાક પર કેટલી એમએસપી
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કપાસ એમએસપી 7121 રૂપિયા, 501 રૂપિયાનો વધારો થયો છે. 2013-14માં તે 3700 રૂપિયા હતો. રાગી - 4290, મકાઈ - 2225 રૂપિયા, મગ - 8682, તુવેર - 7550, અડદ - 7400 સીંગતેલ - 6783 રૂપિયા. આ સાથે તેમણે કહ્યું કે બે લાખ ગોડાઉન બનાવવાનું કામ દેશભરમાં ચાલી રહ્યું છે. પ્રથમ બે ટર્મમાં ઇકોનોમીનો બેઝ બન્યો છે. હવે તેના પર ગ્રોથ સારો બન્યો છે. ખેડૂતો પર ફોકસ છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર લેવાયા નિર્ણય
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પોર્ટ એન્ડ શિપિંગ સેન્ટર માટે નિર્ણય લેવામાં આવ્યો છે. પાલઘરના વધાવન પોર્ટ માટે 76 હજાર 200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ છે. દેશની જેટલી ક્ષમતા છે તેની બરાબર માત્ર વધાવન પોર્ટ માટે તૈયારી કરવામાં આવશે. પોર્ટની ઊંડાઈ જેટલી વધારે છે, તેટલી જ તે વધુ મહત્વની છે. નેચરલ ડ્રાફ્ટ 20 મીટર છે. જે ખુબ સારો છે. તેના ચિંતાનું સમાધાન લાવવામાં આવ્યું છે. આ પોર્ટથી 12 લાખ રોજગારી ઉભી થશે. મેગા કન્ટેનર શિપ તેમાં આવશે. આ પોર્ટ તૈયાર થયા બાદ વિશ્વના ટોપ-10 પોર્ટમાંથી એક હશે. મુંબઈથી તેનું અંતર 150 કિલોમીટર છે.
એનર્જી સિક્યોરિટી
તેમણે આગળ જણાવ્યું કે ભારતમાં પ્રથમવાર ઓફ શોર વિન્ડ એનર્જીને આજે મંજૂરી મળી છે. ઘણા દેશ આ ટેક્નોલોજી પર આગળ વધી રહ્યાં છે. પ્રથમ પ્રોજેક્ટ ગુજરાતમાં લાગશે જે 500 મેગાવોટનો અને બીજો પ્રોજેક્ટ 500 મેગાવોટનો તમિલનાડુમાં લાગશે. 7453 કરોડ રૂપિયા તેનો ખર્ચ થશે. ગુજરાતમાં 4.5 રૂપિયાના ભાવથી વીજળી મળશે અને તમિલનાડુમાં 4 રૂપિયાના ભાવથી વીજળી મળશે. સમુદ્રની અંદર કેબલ લાગશે અને તેને પોર્ટ પર લેન્ડ કરાવવા પડે છે. 2 પોર્ટમાં લેન્ડિંગની વ્યવસ્થા કરવામાં આવશે.