નવી દિલ્હીઃ સીબીએસઈએ ધોરણ-12નું પરિણામ જાહેર કરી દીધું છે. માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યુ કે, સીબીએસઈ બોર્ડ ધોરણ-12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તમે આ પરિણામ http://cbseresults.nic.in પર જોઈ શકો છો. બધા લોકોની મહેનતથી પરિણામ જાહેર થયું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં જુઓ કેન્દ્રીય મંત્રીનું ટ્વીટ



http://cbseresults.nic.in પર જોઈ શકો છો. બધા લોકોની મહેનતથી પરિણામ જાહેર થયું છે.


બોર્ડ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે  88.78% વિદ્યાર્થીઓ ધોરણ-12 સીબીએસઈની પરીક્ષામાં પાસ થયા છે. આ વર્ષે પરીક્ષામાં ત્રિવેન્દ્રમ, બેંગલુરૂ અને ચેન્નઈ પ્રદર્શનના મામલામાં ટોપ થ્રી રહ્યાં છે, આ વર્ષે જ્યાં દિલ્હી ઝોનમાં   94.39% પરિણામ આવ્યું છે, તો યુવતીઓના પરિણામની ટકાવારી 92.15 રહી છે. આ વર્ષે યુવતીઓએ યુવકો કરતા 5.96% સારૂ પ્રદર્શન કર્યું છે. 


મહત્વનું છે કે દેશમાં કોરોના વાયરસના વધતા કેસને કારણે સીબીએસઈએ બાકી રહેલી પરીક્ષા રદ્દ કરવી પડી હતી. પરંતુ સીબીએસઈએ કહ્યું કે, તે ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે એક વૈકલ્પિક પરીક્ષાનું આયોજન કરશે, જે પોતાના પરિણામમાં સુધાર કરવા ઈચ્છે છે. સ્થિતિ અનુકૂળ થવા પર વૈકલ્પિક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.