નવી દિલ્હી. બુધવારે કેન્દ્ર સરકારની મંત્રીમંડળની બેઠક મળી હતી, જેમાં અનેક મહત્ત્વનાં નિર્ણયો લેવાયા હતા. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા ખાંડ ઉદ્યોગ માટે રૂ.5,538 કરોડના પેકેજને મંજુરી આપવામાં આવી હતી. મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિ (સીસીઈએ)ની બેઠકમાં તેની સાથે સંબંધિત ખાદ્ય મંત્રાલયના પ્રસ્તાવને પણ મંજુરી આપવામાં આવી હતી. આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા નવી ટેલિકોમ નીતીને પણ મંજુરી આપવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી મંત્રીમંડળે લીધેલા મહત્ત્વનાં નિર્ણયો 
- છત્સીગઢમાં નવી ઈલેક્ટ્રોનિક રેલવે લાઈન માટે રૂ.5,950 કરોડની જાહેરાત
- ખાંડ ઉદ્યોગ માટે રૂ.5,538 કરોડના પેકેજની જાહેરાત 
- પાટલિપુત્ર અશોક હોટલ પટના, ગુલમર્ગને રાજ્ય સરકારને પરત આપવામાં આવશે
- મંત્રીમંડળે મેશનલ મેડિકલ કાઉન્સિલને પણ મંજુરી આપી, જેને રાષ્ટ્રપતિએ પણ મંજૂરીની મહોર મારી


મંત્રીમંડળનાં અન્ય નિર્ણયો
- નેશનલ ડિજિટલ ટેલિકોમ પોલિસીને મંજુરી અપાઈ, જેના અંતર્ગત બ્રોડબેન્ડ ટુ ઓલ અને 40 લાખ રોજગારનું લક્ષ્ય
- પટના એરપોર્ટ પર નવું ડોમેસ્ટિક ટર્મિનલ બનાવવાને કેબિનેટે મંજુરી આપી, રૂ.1216 કરોડનું બજેટ પાસ 
- સરહિંદ ફીડર અને રાજસ્થાન ફીડરની રી-લાઈનિંગને મંજુરી
- GSTN કે જે GST સાથે જોડાયેલું એક સોફ્ટવેર છે, તે સંપૂર્ણપણે સરકારના નિયંત્રણ હેઠળ આવી જશે. તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની 50-50 ટકા ભાગીદારી રહેશે. 


અન્ય દેશો સાથેના કરારને પણ મંત્રીમંડળની મંજુરી
- ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે ગેરકાયદે નશાકારક દ્રવ્યોની હેરાફેરી, સાઈકોટ્રોફિક દ્રવ્યો વગેરેમાં સહકાર અંગેના કરારને મંજુરી
- ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે કાયદો અને ન્યાય ક્ષેત્રે સહકારના કરારને મંજુરી
- ઉઝબેકિસ્તાનના એ્ડિજાનમાં ઉઝબેક-ઈન્ડિયા ફ્રી ફાર્માસ્યુટિકલ ઝોનની સ્થાપના માટે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના કરારને મંજુરી
- ભારત અને કેન્યા વચ્ચે બંને દેશની એકાઉટન્ટ સંસ્થાઓ વચ્ચે સહકારના કરારને મંજુરી
- સામાજિક, આર્થિક, ઔદ્યોગિક અને સ્થાનિક વિકાસ કાર્યક્રમોના નિર્માણ માટે નીતિ આયોગ અને રશિયાના આર્થિક વિકાસ મંત્રાલય વચ્ચે થયેલા કરારને મંજુરી