Ban on PFI: પીએફઆઈને કેન્દ્ર સરકારે ગેરકાયદેસર સંસ્થા જાહેર કરી, 5 વર્ષનો પ્રતિબંધ
PFI Founder: કેન્દ્રની મોદી સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ મૂકી દીધો છે. PFI પર પ્રતિબંધ મૂકવાની અનેક રાજ્યોએ માંગણી કરી હતી. હાલમાં જ NIA અને તમામ રાજ્યોની પોલીસ અને એજન્સીઓએ પીએફઆઈના ઠેકાણાઓ પર દરોડા પાડીને સેંકડો ધરપકડ કરી હતી. ગૃહ મંત્રાલયે પીએફઆઈને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે.
PFI Founder: કેન્દ્રની મોદી સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ મૂકી દીધો છે. PFI પર પ્રતિબંધ મૂકવાની અનેક રાજ્યોએ માંગણી કરી હતી. હાલમાં જ NIA અને તમામ રાજ્યોની પોલીસ અને એજન્સીઓએ પીએફઆઈના ઠેકાણાઓ પર દરોડા પાડીને સેંકડો ધરપકડ કરી હતી. ગૃહ મંત્રાલયે પીએફઆઈને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે. પીએફઆઈ ઉપરાંત 8 સહયોગી સંગઠનો ઉપર પણ કાર્યવાહી કરી છે.
PFI ઉપરાંત રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન (RIF), કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI), ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ (AIIC), નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન (NCHRO), નેશનલ વીમેન ફ્રન્ટ, જૂનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને રિહેબ ફાઉન્ડેશન (કેરળ) જેવા સહયોગી સંગઠનો ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
22 સપ્ટેમ્બર અને 27 સપ્ટમ્બરના રોજ NIA, ED અને રાજ્યોની પોલીસે PFI પર તાબડતોડ દરોડાની કાર્યવાહી કરી હતી. પહેલા રાઉન્ડની કાર્યવાહીમાં પીએફઆઈ સંલગ્ન 106 લોકોની ધરપકડ થઈ હતી. બીજા રાઉન્ડની કાર્યવાહીમાં PFI સંલગ્ન 247 લોકોની ધરપકડ કે અટકાયત કરવામાં આવી. તપાસ એજન્સીઓને PFI વિરુદ્ધ પૂરતા પુરાવા મળયા. ત્યારબાદ તપાસ એજન્સીઓએ ગૃહ મંત્રાલય પાસે કાર્યવાહીની માંગણી કરી હતી. તપાસ એજન્સીઓની ભલામણ પર ગૃહ મંત્રાલયે પીએફઆઈ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube