જોશીમઠમાં આવેલા સંકટને લઈને PMOમાં યોજાઈ હાઈ લેવલ બેઠક, ભૂસ્ખલન પર એક્શનમાં કેન્દ્ર સરકાર
Joshimath News: અત્યાર સુધી 603 ઘરોમાં તિરાડો પડી છે. ઘણા ઘર ધરાશાયી થવાની સ્થિતિમાં છે. તંત્ર દ્વારા અત્યાર સુધી 44 પરિવારોને શિફ્ટ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ Uttarakhan News: ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ઘસી પડતાં સેંકડો મકાનો, હોટલ અને અન્ય સંસ્થાઓમાં મોટી તિરાડો પડી ગઈ છે. આ સ્થિતિ પછી પણ ત્યાંની સ્થિતિ ચિંતાજનક છે. કેન્દ્ર સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. રવિવારે પ્રધાનમંત્રી કાર્યાલયમાં આ વિષય પર એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડો. પી.કે. મિશ્રાએ PMOમાં કેબિનેટ સચિવ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્યો સાથે જોશીમઠમાં પરિસ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.
ઉત્તરાખંડમાં આવેલી આ મોટી આપદા પર પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા બોલાવવામાં આવેલી મહત્વપૂર્ણ બેઠકમાં જોશીમઠના જિલ્લા પદાધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. ગ્રાઉન્ડ ઝીરો પર હાજર જોશીમઠના જિલ્લા પદાધિકારી આ સમીક્ષા બેઠકમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સામેલ થયા હતા. ઉત્તરાખંડના અન્ય વરિષ્ઠ અધિકારી પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠકમાં સામેલ થયા હતા.
આ પણ વાંચોઃ 'ગુજરાતમાં કોંગ્રેસ કેમ હારી તે બધાને ખબર છે', ખડગેએ બનાવેલી સમિતિ પર ઉઠ્યા સવાલ
સ્થિતિ ગંભીર છે
તમને જણાવી દઈએ કે જમીનમાં તિરાડ પડવાને કારણે જોશીમઠના રસ્તાઓ, મકાનો, ઓફિસો, મેદાન, હોટલ, શાળા વગેરેમાં મોટી તિરાડો પડી ગઈ છે. જેના કારણે આ ઈમારતો રહેવા માટે અસુરક્ષિત બની ગઈ છે, જેને જોતા જોશીમઠમાં વિકાસની તમામ ગતિવિધિઓ પણ બંધ થઈ ગઈ છે. જેમ કે રોપ-વે, પાણી અને વીજળી માટે કામ કરતી કંપનીઓએ કામ બંધ કરી દીધું છે. સરકારે અહીં અન્ય પ્રકારના કામ પણ બંધ કરી દીધા છે.
આ સ્થિતિ પર કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટનું કહેવું છે કે આવા મામલામાં સ્થિતિ થોડી ગંભીર તો રહે છે, ભય પણ રહે છે. કેન્દ્ર સરકાર આ મામલાનું મોનિટરિંગ કરી રહી છે. રાજ્ય સરકારે તત્કાલ પ્રભાવથી લોકોને શિફ્ટ કરી દીધા છે. તેમની દરેક વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ભોજન, પાણી, દવા, ડોક્ટર દરેક સુવિધા સામેલ છે. મુખ્યમંત્રીએ આ વિષયમાં બેઠક કરી છે અને ઘણા મોટા નિર્ણય કર્યો છે. અમારૂ પહેલું કર્તવ્ય છે કે દરેક સ્થિતિમાં ત્યાં પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળ પર લઈ જવામાં આવે.
આ પણ વાંચોઃ કેમ સંકટ આવી પડ્યું જોશીમઠ પર? જાણો શું કહેવું છે વૈજ્ઞાનિકોનું
603 ઘરોમાં પડી તિરાડ
નોંધનીય છે કે અત્યાર સુધી 603 ઘરોમાં તિરાડો પડી છે. ઘણા ઘર પડી જવાની સ્થિતિ પર છે. તેના કારણે શુક્રવારે તંત્રએ 6 અન્ય પરિવારને શિફ્ટ કર્યાં હતા. અત્યાર સુધી અહીંથી 44 પરિવારોને શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમના ઘર ધરાશાયી થવાની સ્થિતિમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube