ISI સાથે સંબંધ રાખનારા અલગતાવાદી નેતાઓની સુરક્ષા હટાવવા અંગે મંત્રણા
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું હતું કે, પાકિસ્તાન અને આઇએસઆઇ પાસેથી નાણા લેનારા અલગતાવાદી નેતાઓની સુરક્ષાની સમીક્ષા થશે
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર તંત્ર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે શંકાસ્પદ રીતે સંપર્ક ધરાવનારા કાશ્મીરી અલગતાવાદી નેતાઓને મળેલી સુરક્ષાની સમીક્ષા કરશે અને પછી તેને પરત ખેંચવાની તૈયારી કરી રહ્યું છે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે એક ભલામણ આવી હતી ત્યાર બાદ આવા વ્યક્તિઓને મળેલી સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે. જે અંગે આઇએસઆઇની સાથે સંબંધ હોવાની શંકા છે.
સર્વદળીય પ્રસ્તાવમાં શાંતિની અપીલનો સમાવેશ થતા નિરાશછું: ઉમર અબ્દુલ્લા
જમ્મુ કાશ્મીર સરકારના ગૃહ સચિવ અલગતાવાદીઓને મળેલી સુરક્ષાની સમીક્ષા કરશે અને પછી તેને પરત લેવાનો નિર્ણય કરશે. તેમણે એમ પણ કહ્યું કે, રાજ્ય સરકાર અલગતાવાદીઓને મળેલી સુરક્ષાની સમીક્ષા કરશે કારણ કે તેમાંથી મોટા ભાગનાં લોકોને જમ્મુ પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવી રહી છે.
પુલવામા એટેક બાદ ચીફ ઓફ ડિફેન્સની પ્રબળ થતી માંગ: જાણો શું છે CDS ?
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે શુક્રવારે શ્રીનગરમાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, પાકિસ્તાન અને તેની જાસુસી એજન્સી આઇએસઆઇ પાસેથી નાણા લેનારા લોકોને મળેલી સુરક્ષાની સમીક્ષા થવી જોઇએ. તેમણે કહ્યું હતું, જમ્મુ કાશ્મીરમાં કેટલાક તત્વોનાં આઇએસઆઇ અને આતંકવાદી સંગઠનો સાથે સંબંધો છે તેમને મળેલી સુરક્ષાની સમીક્ષા થવી જરૂરી છે.
એરફોર્સનું પોખરણમાં શક્તિપ્રદર્શન, કહ્યું દુશ્મનોના દાંત ખાટા કરવા માટે તૈયાર
ઉલ્લેખનીય છે કે, કાશ્મીરનાં પુલવામાં જિલ્લામાં ગુરૂવારે જૈશ એ મોહમ્મદનાં ફિદાયીન આતંકવાદી દ્વારા સીઆરપીએફનાં 40 જવાનો શહીદ થઇ ગયા હતા. ત્યાર બાદ સમગ્ર દેશમાં રોષ ફાટી નિકળ્યો છે. પાકિસ્તાન અને જમ્મુ કાશ્મીરનાં અલગતાવાદી નેતાઓ પર કાર્યવાહીની પ્રબળ માંગ થઇ રહી છે.