નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે સતત ઓક્સિજન સંકટ વધી રહ્યું છે. આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે ઓક્સિજન સંકટ પર દિલ્હી હાઈકોર્ટના એ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે જેમાં કોવિડ દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની આપૂર્તિ પર અપાયેલા નિર્દેશનું અનુપાલન નહીં કરવા અંગે અનાદર નોટિસ ફટકારવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરજીમાં રાજધાની દિલ્હીમાં કોવિડ-19 દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની આપૂર્તિનું અનુપાલન નહીં કરવા અંગે અપાયેલી અનાદરની નોટિસ અને કેન્દ્રના અધિકારીઓની વ્યક્તિગત ઉપસ્થિતિના નિર્દેશને પડકારવામાં આવ્યા છે. કેન્દ્રની અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ સહમત થઈ છે. 


દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારને કારણ બતાવો નોટિસ પાઠવીને પૂછ્યું હતું કે કોવિડ-19 દર્દીઓના ઉપચાર માટે ઓક્સિજનની આપૂર્તિ અંગે તેના આદેશનું અનુપાલન કરવામાં નિષ્ફળ રહેવા પર તેમના વિરુદ્ધ અનાદરની કાર્યવાહી શાં માટે ન કરવામાં આવે. 


સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ મામલો ચીફ જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી પેનલ સમક્ષ ઉઠાવ્યો કારણ કે દેશમાં કોવિડ-19 મેનેજમેન્ટ પર સુઓમોટો લઈને સુનાવણી કરી રહેલી ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડની પેનલ બુધવારે ઉપલબ્ધ નહતી. ચીફ જસ્ટિસવાળી પેનલે કેન્દ્રની અરજી ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પેનલ સમક્ષ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો. તુષાર મહેતા આ મામલે બુધવારે સુનાવણી ઈચ્છતા હતા પરંતુ પેનલે તેને ન્યાયમૂર્તિ ચંદ્રચૂડની સગવડતા પર છોડ્યો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube