કેન્દ્રની મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદા અંગે નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ મોટું પગલું ગણી શકાય. હવે ત્રણ પાડોશી દેશોના અલ્પસંખ્યકોને ભારતની નાગરિકતા મળી શકશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલા ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવી પડશે. વાત જાણે એમ છે કે 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપે CAA ને પોતાના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કર્યો હતો. પાર્ટીએ મોટો મુદ્દો બનાવ્યો હતો. CAA સંસદથી પસાર થયે આમ તો લગભગ પાંચ વર્ષ વીતી ચૂક્યા છે. કેન્દ્ર સરકારે આજે આ કાયદાના અમલીકરણ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે જોગવાઈ
CAA હેઠળ મુસ્લિમ સમુદાયને બાદ કરતા ત્રણ મુસ્લિમ બહુમતીવાળા દેશોમાંથી આવનારા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે સીએએ સંબંધિત એક વેબ પોર્ટલ પણ તૈયાર ક ર્યું છે. જેને હવે નોટિફિકેશન બાદ લોન્ચ કરાશે. ત્રણ મુસ્લિમ બહુમતીવાળા પાડોશી દેશોથી આવતા ત્યાંના લઘુમતી સમુદાયના લોકોએ આ પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને સરકારી તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા અપાશે. આ માટે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા વિસ્થાપિત અલ્પસંખ્યકોને કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube