નવી દિલ્હી: હાલ વધતી મોંઘવારીએ સામાન્ય માણસોની પરેશાની ખુબ વધારી દીધી છે. જેને જોતા કેન્દ્ર સરકારે તહેવારો ટાણે લોકોને રાહત આપવા માટે મોટું પગલું ભર્યું છે. સરકારે પામ અને સન ફ્લાવર ઓઈલ પર એગ્રી સેસ (Agri Cess) અને કસ્ટમ ડ્યૂટી (Custom Duty) ઘટાડી છે. આ અગાઉ ગ્રાહકો મામલાના મંત્રાલય  (Ministry of Consumer Affairs, Food and Public Distribution) એ તેલ અને તેલીબીયા પર સ્ટોક લિમિટ લાગૂ કરવાનો આદેશ બહાર પાડ્યો હતો. સ્ટોક લિમિટ 31 માર્ચ 2022 સુધી લાગૂ રહેશે. રાજ્યોને કહેવાયું કે આદેશ બહાર પાડીને કડકાઈથી તેનું પાલન કરાવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આયાત ડ્યૂટીમાં થયો આટલો કાપ
સરકારના આ નિર્ણય મુજબ ક્રૂડ પામ તેલ પર ડ્યૂટી ઘટાડીને 8.25% (પહેલા 24.75%), RBD પામોલિન પર 19.25 (પહેલા 35.75), RBD પામ તેલ પર 19.25 (પહેલા 35.75), ક્રૂડ સોયા તેલ પર 5.5 (પહેલા 24.75), રિફાઈન્ડ સોયા તેલ પર 19.5 (પહેલા 35.75), ક્રુડ સુરજમુખી તેલ પર 5.5 (પહેલા 24.75) અને રિફાઈન્ડ સુરજમુખી તેલ પર 19.25 (પહેલા 35.75) કરવામાં આવી. ડ્યૂટી ઘટાડવામાં આવતા CPO ના ભાવમાં  14,114.27, RBD માં 14526.45, સોયા તેલમાં 19351.95 રૂપિયા પ્રતિ ટન ઘટ્યા છે. સરકારના આ નિર્ણય બાદ ખાદ્ય તેલોમાં 15 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube