નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટનાં એક પુર્વ ન્યાયાધીશનાં પુત્ર સહિત બે વકીલોની અલ્હાબાદ હાઇખોર્ટમાં ન્યાયાધીશ પદ પર નિયુક્ત કરવામાં આવેલા સુપ્રીમ કોર્ટનાં કોલેજિયમ દ્વારા કરવામાં આવેલી ભલામણોને કેન્દ્ર સરકારે બીજી વખત પરત કરી દીધા છે. સરકારે બંન્ને વકીલોની વિરુદ્ધ ફરિયાદનો હવાલો ટાંકતા તેમના નામ પરત મોકલી આપ્યા છે. આ બંન્ને વકીલોનાં નામ  મોહમ્મદ મંસૂર અને બશારત અલી ખાન છે. મંસૂર સુપ્રીમ કોર્ટનાં પુર્વ ન્યાયાધીશ દિવંગત સગીર અહેમદના પુત્ર છે. ન્યાયમુર્તિ અહેમદે જમ્મુ કાશ્મીરના ખાસ સંદર્ભમાં કેન્દ્ર - રાજ્ય સંબંધો પર તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા રચાયેલ કાર્યસમુહની અધ્યક્ષતા કરી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકાર અગાઉ પણ એક વખત ફરિયાદોનો હવાલો ટાંકતા મંસૂર અને ખાનનાં નામની ભલામણ કરીને ફાઇલ પરત કરી ચુકી છે. જો કે કોલેજિયમે તેની વિરુદ્ધ ફરિયાદ ગંભીર નહી હોવાનું કારણ આગળ ધરીને  નામ પર ફરીથી વિચાર કરવા માટે કહેવાયું હતું. આશરે ડોઢ વર્ષ સુધી ફાઇલોને લંબિત રાખ્યા બાદ સરકારે ગત્ત મહિને ફાઇલ પરત મોકલી આપી હતી. શુક્રવારે ન્યાયમુર્તિ જે.ચેલમેશ્વરનાં રિટાયર થયા બાદ પાંચ સભ્યોની કોલેજિયમની પુનરચના કરવી પડશે. સુપ્રીમ કોર્ટનાં ટોપનાં પાંચ ન્યાયાધીશ કોલેજિયમનો હિસ્સો હોય છે. નવા સભ્યોથી યુક્ત કોલેજિયમને આ બે નામો અંગે નિર્ણય કરવો પડશે. બંન્ને વકીલ અલ્હાબાદ હાઇકોર્ટમાં વરિષ્ઠ સ્થાયી વકીલ તરીકે નિયમિત રીતે હાજર થઇ રહ્યા છે. 

બીજી તરફ સરકારે જમ્મુ કાશ્મીર હાઇકોર્ટનાં ન્યાયાધીશ પદ પર નિયુક્ત કરવામાં આવેલા વકીલ નજીર અહેમદ બેગનાં નામની ભલામણ પાછી મોકલવા માટેનો નિર્ણય લીધો છે. ત્રણ અન્ય નામો વસીમ સાદિક નરગલ, સિંધુ શર્મા અને જિલા જજ રાશિદ અલી ડાર પર કાયદા મંત્રાલય દ્વારા હાલ વિચાર કરી રહ્યા છે. સરકારે આ બાબતે અથ્યાર સુધી કંઇ પણ નથી કહ્યું કે, બેગનું નામ કોલેજિયમનું નામ કેમ પરત ખેંચવામાં આવ્યું.