નવી દિલ્હીઃ દેશના ગરીબોને મોદી સરકારે નવા વર્ષની ભેટ આપી. કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરીથી NFSA અંતર્ગત ગરીબોને મળશે મફત અનાજ આપશે..ગરીબોને મફત અનાજ ડિસેમ્બર 2023 સુધી મળતું રહેશે. કેન્દ્ર સરકાર વર્ષ 2023 માટે 2 લાખ કરોડ રૂપિયાથી વધારે ખાદ્ય સબ્સિડી વહન કરશે. યોજના વ્યસ્થિત લાગૂ કરવા માટે ભારતીય ખાદ્ય નિગમના મહાપ્રબંધકે પોતાના અધિકાર ક્ષેત્રમાં દરરોજ ત્રણ રાશન દુકાનો ફરજિયાત રીતે મુલાકાત લઈને રિપોર્ટ કરવાનો રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક વર્ષ માટે 81.35 કરોડ લોકોને મફત અનાજ:
સરકાર એક જાન્યુઆરીથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન અંતર્ગત 81.35 કરોડ લાભાર્થીઓને એક વર્ષ માટે મફત અનાજ આપવામાં આવશે. ખાદ્ય મંત્રાલયે શનિવારે એક જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2023 સુધી તમામ એનએફએસએ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવનારા ખાદ્યાન્નનું ઝીરો મૂલ્યો નક્કી કર્યું છે.


ખાદ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, કેન્દ્રની નવી એકીકૃત ખાદ્ય સુરક્ષા યોજના એક જાન્યુઆરી, 2023થી શરુ થવાની છે. નવી યોજના વર્ષ 2023 માટે એનએફએસએ અંતર્ગત 81.35 કરોડ લાભાર્થીઓને મફત ખાદ્યાન્ન આપશે. આ યોજના એનએફએસએને પ્રભાવી અને સમાન ક્રિયાન્વયનને નક્કી કરશે. 


આ અગાઉ એનએફએસએ અંતર્ગત આવતા લાભાર્થીઓને 31 ડિસેમ્બર, 2022 સુધી 1-3 રૂપિયા પ્રતિ કિલોગ્રામના વાજબી ભાવથી આપી રહ્યા હતા. સાથે જ તેમને કોવિડ- 19 અંતર્ગત ગરીબોને રાહત આપવા માટે એપ્રિલ 2020માં શરુ થયેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મફત અનાજ પણ મળી રહ્યું હતું. પણ પીએમજીકેએવાઈ જેને ઘણી વાર લંબાવામાં આવી છે. 31 ડિસેમ્બર 2022ના રોજ સમાપ્ત થઈ ગઈ હતી.