નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) મહામારીની ત્રીજી લહેર જલદી જ શરૂ થવાની ચર્ચાઓ વચ્ચે દેશભરમાં સંક્રમિતોનો આંકડો ઝડપથી વધવા લાગ્યો છે. તેને લઇને સરકારથી માંડીને સામાન્ય જનતાના માથા પર ચિંતાની લકીર તાણી દીધી છે. લોકોને ફરી એકવાર ડર લાગવા લાગ્યો છે. ભારતમાં ગત 6 દિવસથી 40 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 કલાકમાં મળ્યા 47 હજાર દર્દીઓ
કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ (Rajesh Bhushan) એ ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે ગત 24 કલાકમાં 47 હજાર નવા કોરોના દર્દીઓની ઓળખ થઇ છે. સૌથી વધુ કેસ કેરલ (Kerala) થી સામે આવ્યા છે. ગત અઠવાડિયે રિપોર્ટ થયેલા કોરોના વાયરસના 69% કેસ કેરલમાંથી છે. લોકોને સમજવું પડશે કે બીજી વેવ હજુ પુરી થઇ નથી. હજુ પણ 42 જિલ્લા એવા છે જ્યાં કોરોનાના કેસ દરરોજ 100 થી વધુ નોંધાય છે. 

Sidharth Shukla Death: એક્ટર સિદ્ધાર્થ શુક્લાના નિધન પછીના પ્રશ્નો, નાની ઉંમરમાં કેમ આવે છે હાર્ટ એટેક?


આ 4 રાજ્ય બન્યા કોરોનાના હોટસ્પોટ
ભૂષણે કહ્યું 'ફક્ત કેરલમાં જ 1,00,000 થી વધુ એક્ટિવ કેસ છે. તો બીજી તરફ મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 10,000 થી 1,00,000 વચ્ચે છે. જોકે આ 9મું અઠવાડિયું છે, જ્યારે દેશમાં વિકલી પોઝિટિવિટી રેટ 3 % થી ઓછો રહ્યો છે. જ્યારે દેશમાં 38 જિલ્લામાં વિકલી પોઝિટિવિટી રેટ 5-10 ટકા વચ્ચે છે. તેના લીધે કોરોના વેક્સીનેશનની ગતિમાં તેજી આવી છે. માત્ર ઓગસ્ટ મહિનામાં 18.38 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા. એટલે કે એક દિવસમાં સરેરાશ 59.29 લાખ રસી લગાવવામાં આવી. એક મહિનાના અંતમાં અમે વધુ ઝડપ કરતં દરરોજ 80 લાખથી વધુ રસી લગાવી. 

JioPhone માં નહી હોય આ ધમાકેદાર ફીચર, જાણીને યૂઝર્સને લાગશે આંચકો


પ્રેગ્નેંટ મહિલાઓ પહેલાં લગાવે રસી
નીતિ આયોગના સભ્ય વિનોદ કુમાર પોલ (V.K. Paul) એ કહ્યું કે 'આપણે સતર્ક રહેવાનું છે. તહેવાર આવી રહ્યા છે, સિઝન બદલાઇ રહી છે. આપણે રસીને અપનાવવાની છે. આ બચાવની એકમાત્ર રીત છે. માસ્ક વિના જીવવાનો અવસર હજુ સુધી આવ્યો નથી. તહેવારોને ગત વર્ષની માફક જ ઉજવવાના છે. ગણેશ ચતુર્થી, નવરાત્રી, ઇદ આપણે ભીડ કરવાની નથી. તમામ તહેવાર ઘરેમાં ઉજવવાના છે. નહીતર અત્યારે જે ભેગું કર્યું છે તે છિનવાઇ જશે. જો વાયરસ મ્યૂટેટ થઇ ગયો સમસ્યા વધી જશે. સૌથી વધુ મુશ્કેલી તો પ્રેગ્નેંટ મહિલાઓને થશે. એટલા માટે પહેલાં કોરોના વેક્સીન લેવાની સલાહ આપવામાં આવી રહી છે. વેક્સીનથી બંનેને સુરક્ષા આપશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube