કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જીતીને આવેલા ભાજપના 77 ધારાસભ્યોને કેન્દ્રીય અર્ધસૈનિક દળની સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ જાણકારી એક અધિકારીએ આપી છે. તેમણે કહ્યું કે ધારાસભ્યોની સુરક્ષામાં CISF અને CRPF ના સશસ્ત્ર કમાન્ડો તૈનાત રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીએ કહ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટ અને હાલમાં બંગાળ મોકલવામાં આવેલી ટીમના ઇનપુટના આધાર પર આ નિર્ણય લીધો છે. મહત્વનું છે કે 2 મેએ ચૂંટણી પરિણામ બાદ બંગાળમાં થયેલી હિંસા પછી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક ટીમ પશ્ચિમ બંગાળ મોકલી હતી. ભાજપનો આરોપ છે કે ટીએમસીના કાર્યકર્તાઓએ તેમના કાર્યકર્તાઓને નિશાન બનાવ્યા છે. 


તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પ્રમાણે ચૂંટણી બાદ થયેલી હિંસામાં 16 લોકોના મોત થયા હતા. તેમણે કહ્યું કે, આ દરમિયાન રાજ્યની સુરક્ષાની જવાબદારી ચૂંટણી પંચની પાસે હતી. 


આ પણ વાંચોઃ મહિલાઓ માટે વધુ ખતરનાક સાબિત થઈ રહી છે Corona Second Wave, આ છે કારણ


સત્તાવાર સૂત્રોએ કહ્યું કે, 61 ધારાસભ્યોને ન્યૂનતમ 'એક્સ' શ્રેણીની સુરક્ષા આપવામાં આવશે અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ) ના કમાન્ડો તૈનાત કરવામાં આવશે. 


બાકીના બધા ધારાસભ્યોને વાઈ શ્રેણીની સુરક્ષા આપવામાં આવશે. અધિકારીએ કહ્યુ કે, વિપક્ષના નેતા અને નંદીગ્રામથી ધારાસભ્ય શુભેંદુ અધિકારી પહેલાથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ની ઝેડ કેટેગરીની સુરક્ષામાં છે. 


પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીએ 292માંથી 213 સીટ પર જીત મેળવી હતી અને ભાજપે 77 બેઠકો કબજે કરી છે. પ્રથમવાર છે જ્યારે ભાજપ રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી બની છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube