નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના જજ તરીકે કોલેજીયમે જે નવ નામની ભલામણ કરી હતી તેને કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે. હવે આ નામને નિમણૂંકનું વૉરંટ આપવા માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યા છે જેમાં ગુજરાતથી બે જસ્ટિસના નામની ભલામણ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 મહિલા જજના નામની ભલામણ
સુપ્રીમ કોર્ટના કોલેજીયમે જે ભલામણ કરી હતી તેમાં ત્રણ મહિલા જજનો સમાવેશ થાય છે. આ મહિલા જજની યાદીમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીનું નામ સામેલ છે. આ સાથે જ આ યાદીમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથનું પણ નામ છે. યાદીમાંમહિલા જજમાં કર્ણાટક હાઈકોર્ટના બી વી નાહરથ્ના અને તેલંગાણાના હિમા કોહલીનો સમાવેશ થયો છે. જસ્ટિસ બી.વી નાગરથના 2027માં ભારતના પ્રથમ મહિલા ચીફ જસ્ટીસ બની શકે છે.


Afghanistan સંકટ પર શું રહેશે ભારતની રણનીતિ? આજે સર્વપક્ષીય બેઠક


કુલ 9 નામની થઈ હતી ભલામણ
કોલેજીયમે જે 9 નામની ભલામણ કરી હતી તેમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદી, ચીફ જસ્ટિસ વિક્રમનાથ ઉપરાંત કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ બીવી નગરત્ના, તેલંગણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હિમા કોહલી, કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા, સિક્સિમ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જિતેન્દ્રકુમાર મહેશ્વરી, કેરળ હાઈકોર્ટના જસ્ટિસ સીટી રવિકુમાર, અને એમએમ સુંદરેશ સામેલ છે. 


Kerala Covid News: કેરળમાં કોરોનાનો હાહાકાર, 31 હજારથી વધુ નવા કેસ નોંધાતા પ્રશાસનના હોશ ઉડ્યા


હાલના સમયમાં સુપ્રીમ કોર્ટમાં 24 જજ છે. નવ જજોની નિયુક્તિ બાદ પણ સુપ્રીમ કોર્ટમાં એક પદ ખાલી રહેશે. સુપ્રીમ કોર્ટના કોલેજજીયમમાં સીજેઆઈ એનવી રમના, જસ્ટિસ ઉદય યૂ લલિત, એએમ ખાનવિલકર, ધનંજય વાય ચંદ્રચૂડ અને એલ નાગેશ્વર રાવ સામેલ હતા. નવેમ્બર 2019માં સીજેઆઈ તરીકે જસ્ટિસ રંજન ગોગોઈની સેવાનિવૃત્તિ બાદથી કોલેજીયમે સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિઓ માટે કેન્દ્ર સરકારને એક પણ ભલામણ મોકલી નહતી. 12 ઓગસ્ટના રોજ જસ્ટિસ નરીમન બહાર થયા બાદ 9 લોકોની જગ્યા ખાલી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube