Corona થી થતા મોત પર મૃતકના પરિજનોને 4 લાખ રૂપિયા આપવા શક્ય નથી, કેન્દ્રનું SC માં સોગંદનામું
સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજી કે જેમાં કોરોના સંક્રમિત મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયા વળતર આપવાની માગણી કરાઈ હતી તે અંગે કેન્દ્ર સરકારે આર્થિક સહાયતા આપવાની ના પાડી છે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજી કે જેમાં કોરોના સંક્રમિત મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયા વળતર આપવાની માગણી કરાઈ હતી તે અંગે કેન્દ્ર સરકારે આર્થિક સહાયતા આપવાની ના પાડી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજુ કરીને આ જાણકારી આપી.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપ્યું સોગંદનામું
કેન્દ્ર સરકારનું કહેવું છે કે સરકાર પહેલેથી જ અન્ય માધ્યમો દ્વારા આર્થિક સહાયતા આપી ચૂકી છે. પરિજનોને વધુ 4-4 લાખ રૂપિયા આપવાથી એસડીઆરએફનું બધુ ફંડ ખતમ થઈ જશે. તે શક્ય નથી.
આર્થિક મદદ આપી શકીએ નહીં-કેન્દ્ર
સોગંદનામામાં કેન્દ્ર સરકારે કહ્યું કે પાત્ર અને જરૂરિયાતવાળા લોકોને મદદ પહોંચાડી દેવાઈ છે. પીડિત પરિજનોને વધુ આર્થિક મદદ કરવી શક્ય નથી. સરકાર તરફથી કહેવાયું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો કોરોના વાયરસથી ઊભા થયેલા હાલાતને પહોંચી વળવા માટે ઘણો પૈસો ખર્ચ કરી ચૂકી છે. વધુ દબાણ આવશે તો આર્થિક સ્થિતિ પર અસર પડશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube