Covid-19: ત્રીજી લહેરના ભણકારા! સરકારે જાહેર કરી નવી Travel Advisory
રાજ્યોને અપીલ કરવામાં આવી છે કે જે લોકો પાસે વેક્સીન સર્ટિફિકેટ છે તેમની પાસે આરટીપીઆર ટેસ્ટ ન માગવામાં આવે. સાથે જે લોકો 14 દિવસ પહેલાં સુધી કોવિડ પોઝિટિવ હતા તેમને પણ છૂટ આપવી જોઇએ.
નવી દિલ્હી: કેંદ્ર સરકારે ફરી એકવાર દેશની અંદર ટ્રાવેલ કરનાર લોકો માટે કોવિડ પ્રોટોકોલને લઇને સ્પષ્ટતા આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર કેંદ્રએ ઇન્ટર સ્ટેટ ટ્રાવેલ માટે કોવિડ ટેસ્ટના બાધ્યતાને દૂર કરી છે. પરંતુ જો કોઇ રાજ્યએ આવો નિયમ પોતાના લેવલ પર બનાવ્યો છે તો તેના વિશે સૂચનાનું પ્રસારણ કરતા રહે.
RTPCR ટેસ્ટની બાધ્યતા ન રાખો
એડવાઝરીમાં કહેવામાં આવ્યું છે કે એરપોર્ટ, રોડ અને રેલ પરિવહનના માધ્યમો દ્વારા કોઇ સમસ્યા વિના મુસાફરી કરી શકો છો. રાજ્યોને અપીલ કરવામાં આવી છે કે જે લોકો પાસે વેક્સીન સર્ટિફિકેટ છે તેમની પાસે આરટીપીઆર ટેસ્ટ ન માગવામાં આવે. સાથે જે લોકો 14 દિવસ પહેલાં સુધી કોવિડ પોઝિટિવ હતા તેમને પણ છૂટ આપવી જોઇએ. સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને અપીલ કરી છે કે નેગેટિવ કોરોના ટેસટની બાધ્યતા ન રાખવામાં આવે.
Corona Update: 1 દિવસમાં વધ્યા 10 હજારથી વધુ કેસ, ત્રીજી લહેરની ઘંટી વાગી?
કેંદ્રએ રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે જે લોકોએ કોરોના વેક્સીન લગાવી છે, તેમની પાસે સર્ટિફિકેટ પણ છે અને બીજા ડોઝને 15 દિવસનો સમય વિતી ચૂક્યો છે, તે લોકો પાસે RTPCR ટેસ્ટ અથવા રેપિડ ટેસ્ટ ન માંગવામાં આવે. જોકે રાજ્યમાં એન્ટ્રી પર જો કોઇ વ્યક્તિમાં તાવના લક્ષણ જોવા મળે છે તો તેનો રેપિડ ટેસ્ટ કરાવી શકાય છે.
Work From Home: કંપનીઓને ડિસેમ્બર 2022 સુધી 'વર્ક ફ્રોમ હોમ' ની સલાહ, સરકારે જાહેર કરી એડવાઇઝરી
કેરલમાં વધ્યો કોરોનાનો પ્રકોપ
સાથે જ કેંદ્રએ રાજ્યોને કહ્યું છે કે જો કોઇ રાજ્યમાં કોરોના કેસ અચાનક વધે છે તો તે રાજ્ય પોતાના મુજબ પ્રતિબંધ કડક કરી શકે છે. સ્થાનિક સ્તર પર કંટેનમેન્ટ ઝોન પણ જાહેર કરી શકે છે. કેરલમાં બુધવારે સંક્રમણના કુલ 31,445 નવા કેસ સામે આવ્યા છે અને 215 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમણના કુલ 38,83,429 કેસ નોંધાયા છે જ્યારે મોતની કુલ સંખ્યા 19,972 પહોંચી ગઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube