કોરોના વાયરસને કારણે રાષ્ટ્રપતિ ભવનમાં 26 માર્ચ અને 3 એપ્રિલે યોજાનાર પદ્મ સન્માન સમારોહ સ્થગિત
કોરોના વાયરસને કારણે રાષ્ટ્રપતિ ભવનના મ્યુઝિયમ અને `ચેન્જ ઓફ ધ ગાર્ડ સેરેમની`ને પણ શુક્રવારથી આગામી આદેશ સુધી સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવી છે. મુગલ ગાર્ડનને પણ સમયથી પહેલા બંધ કરવું પડ્યું છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ ઝડપથી પગપેસારો કરી રહ્યો છે. કેન્દ્ર સરકારે તેને આપદા જાહેર કરી છે. વાયરસને કારણે તમામ રાજ્યોમાં શાળા, કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ઘણી યુનિવર્સિટીઓએ પરીક્ષા સ્થગિત કરી દીધી છે. આ વચ્ચે ભારત સરકારે 26 માર્ચ અને 3 એપ્રિલે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા પદ્મ સન્માન સમારોહને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. નવી તારીખની જાહેરાત બાદમાં કરવામાં આવશે.
કોરોના વાયરસને કારણે રાષ્ટ્રપતિ ભવનના મ્યુઝિયમ અને 'ચેન્જ ઓફ ધ ગાર્ડ સેરેમની'ને પણ શુક્રવારથી આગામી આદેશ સુધી સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવી છે. મુગલ ગાર્ડનને પણ સમયથી પહેલા બંધ કરવું પડ્યું છે. કોરોના વાયરસને કારણે તમામ કાર્યક્રમ સ્થગિત કે રદ્દ કરવામાં આવી રહ્યાં છે. ભારત-દક્ષિણ આફ્રિકા વનડે સિરીઝ પણ રદ્દ કરવામાં આવી, જ્યારે આઈપીએલને સ્થગિત કરવામાં આવી છે. આ સિવાય ઘણી રમત સ્પર્ધાઓ પર તેની અસર પડી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube