Compensation For Covid Deaths: કોરોનાથી થયેલા મૃત્યુ માટે સરકારે નક્કી કર્યું વળતર, પીડિત પરિવારને મળશે 50 હજાર
Compensation For Covid Deaths: નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ તેને લઈને ગાઇડલાઇન જાહેર કરી છે. દરેક મોત માટે પરિવારને 50 હજાર રૂપિયા મળશે.
નવી દિલ્હીઃ Compensation For Covid Deaths: કોરોનાથી થયેલા મોત માટે વળતર નક્કી કરવામાં આવ્યું છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) એ સુપ્રીમ કોર્ટને આ વાતની જાણકારી આપી છે. દરેક મોત માટે પરિવારને 50 હજારનું વળતર આપવામાં આવશે. આ પૈસા રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોષમાંથી મળશે. હકીકતમાં કોર્ટે ન્યૂનતમ વળતર પર ગાઇડલાઇન માટે કહ્યું હતું.
30 જૂને આપેલા આદેશમાં સુપ્રીમ કોર્ટે દેશમાં કોરોનાથી થયેલા મોત માટે વળતર આપવાનું કહ્યું હતું. કોર્ટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને કહ્યુ હતુ કે તે છ સપ્તાહમાં વળતરની રકમ નક્કી કરી રાજ્યોને જાણ કરે. કોર્ટનું માનવું છે કે આ પ્રકારની આપદામાં લોકોને વળતર આપવું સરકારનું કર્તવ્ય છે. પરંતુ વળતરની રકમ કેટલી હશે, તે નિર્ણય કોર્ટે સરકાર પર છોડી દીધો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube