નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં સોમવારે કેન્દ્ર સરકારે મોટી વાત કહી છે. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ કોર્ટમાં કહ્યું કે દેશદ્રોહના કાયદાની જોગવાઈઓ પર પુનવિચારણા કરવા અને તપાસનો નિર્ણય કર્યો છે. સરકારે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે આ મામલા પર સુનાવણી ત્યાં સુધી ન કરવામાં આવે જ્યાં સુધી સરકાર તપાસ ન કરાવી લે. સુપ્રીમમાં દાખલ કરેલા એફિડેવિટમાં સરકારે કહ્યું કે દેશદ્રોહ પર ભારતીય દંડ સંહિતાની કલમ 124A ની કાયદેસરતાની તપાસ અને પુનવિચારણા કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્વોચ્ચ કોર્ટમાં દાખલ એફિડેવિટમાં સરકારે કહ્યું કે પીએમ મોદીના દ્રષ્ટિકોણમાં જ્યારે દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યાં છે, ગુલામીના સમયમાં બનેલા દેશદ્રોહના કાયદા પર પુનઃવિચારણા કરવાની જરૂર છે. તેમાં કહેવામાં આવ્યું કે- દેશદ્રોહના કાયદાને લઈને વ્યક્ત કરવામાં આવેલા વિરોધની ભારત સરકારને જાણ છે. ઘણીવાર માનવાધિકારને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવે છે. પરંતુ તેનો ઉદ્દેશ્ય દેશની એકતા અને અખંડતાને જાળવી રાખવાનો હોવો જોઈએ.


આ પણ વાંચોઃ કોર્ટની નોટિસ બાદ ઠાકરે સરકાર પર નવનીત રાણાનો હુમલો, કહ્યું- આખી જિંદગી જેલમાં રહેવા તૈયાર


એફિડેવિટમાં કહેવામાં આવ્યું કે, હવે સમય આવી ગયો છે કે આઈપીસીની કલમ 124A ની જોગવાઈઓ પર પુનઃવિચારણા કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને અપીલ કરી કે તપાસની પ્રક્રિયા દરમિયાન તે કાયદાની વૈધતાની તપાસ કરવામાં સમય ન બગાડે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરી વસાહતી સમયગાળામાં બનાવેલા કાયદાની તપાસ કરવાની વાત કહેવામાં આવી છે. કેન્દ્ર સરકારે તેનો જવાબ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે. 


સરકારે દેશદ્રોહના કાયદાનો કર્યો હતો બચાવ
મહત્વનું છે કે આ પહેલાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રએ કહ્યું હતું કે આ કાયદાની સમીક્ષાની જરૂર નથી. કેન્દ્રએ સુપ્રીમમાં અપીલ કરી હતી કે દેશદ્રોહના કાયદા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓને રદ્દ કરી દેવામાં આવે. મહત્વનું છે કે દેશદ્રોહના કાયદા વિરુદ્ધ અરજી કરનારમાં એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા પણ સામેલ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube