નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ભારત-ચીનની સરહદ નજીક આવેલા ગામડાંના લોકો પોતાનાં ઘર-બાર ખાલી કરીને બીજા સ્થળે સ્થળાંતરિત કરી ગયા છે. કેન્દ્ર સરકારને આ માહિતી મળતાં સરકાર એકદમ સતર્ક થઈ ગઈ છે. સરકારે આ સમગ્ર મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ(National Security Council)ને કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. એનએસસી દ્વારા આ મુદ્દે શુક્રવારે બેઠક બોલાવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોએ ઝી ન્યૂઝને જણાવ્યું કે, ઉત્તરાખંડમાં જોવા મળેલી સ્થળાંતરની આ સમસ્યા અંગે એક કમિશનની રચના કરાઈ છે, જે ટૂંક સમયમાં જ પોતાનો રિપોર્ટ તૈયાર કરીને સુપરત કરશે. ડો. એસ.એસ. નેગીને આ પેનલના ચેરપર્સન બનાવાયા છે. 


હું બંધારણમાં વિશ્વાસ ધરાવતો વ્યક્તિ છું, 27 સપ્ટેમ્બરે EDની ઓફિસે જઈશઃ શરદ પવાર


14 ગામડાંના લોકો ઘર ખાલી કરીને જતા રહેતા રાષ્ટ્રીય સુરક્ષા પરિષદને સમગ્ર મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો છે. ઉત્તરાખંડના ચમોલીનું 1, પીથોડગઢનાં 8 અને ચંપાવતના 5 ગામડામાંથી તમામ લોકો પોતાનું ઘર ખાલી કરીને જતા રહ્યા છે. હાલ આ ગામમાં કોઈ પણ વ્યક્તિ રહેતો નથી. આ ઉપરાંત, છેલ્લા સાત-આઠ વર્ષમાં લગભગ 8 જેટલા ગામડાંની વસતી અડધી રહી ગઈ છે. 


પ્રાપ્ત માહિતી અનુસાર આ ગામડાંમાં ચીનના સૈનિકોએ નિયમિત ધોરણે આવન-જાવનની શરૂઆત કરી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, કેન્દ્ર સરકારેક ચીનની સરહદને અડીને આવલા ગામડાં માટે વિશેષ પેકેજની જાહેર કરવાની તૈયારી કરી છે. 


દિલ્હી : ભાડૂઆતો માટે અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, લગાવી શકાશે પ્રીપેડ મીટર


રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ બંને સરકારોએ આ મુદ્દે પ્રજાને વચન આપ્યાં છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. 2017માં રાજ્યમાં સત્તામાં આવેલી ભાજેપ તેના ચૂંટણી ઢંઢેરામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. સત્તામાં આવ્યા પછી મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંઘ રાવતે એક સમિતિની રચના પણ કરી હતી, પરંતુ હજુ સુધી સ્થળાંતરની કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....