કરતારપુર કોરિડોર સર્વિસ ફી મુદ્દે કેન્દ્ર વિધાનસભા ચૂંટણી પછી પાકિસ્તાન સાથે કરશે ચર્ચા
રવિશ કુમારે જણાવ્યું કે, `આ મુદ્દે પાકિસ્તાન સાથે અનેક બેઠકો થઈ છે. સર્વિસ ફી સિવાયના તમામ મુદ્દાઓ પર પાકિસ્તાન સાથે કરાર થયો છે. પાકિસ્તાન દરેક શ્રદ્ધાળુ પાસેથી સર્વિસ ફી તરીકે 20 ડોલર (રૂ.1420) વસુલવાનો આગ્રહ રાખી રહ્યું છે.`
નવી દિલ્હીઃ કરતારપુર કોરિડોર સર્વિસ ફી મુદ્દે કેન્દ્ર સરકાર હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પૂરો થયા પછી પાકિસ્તાન સાથે ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે જણાવ્યું કે, ભારતે પાકિસ્તાનને વિનંતી કરી છે કે તે કરતારપુર કોરિડોર દ્વારા આવનારા શીખ શ્રદ્ધાળુઓ પાસેથી રૂ.1420 (20 ડોલર) ફી ન વસુલે.
શું કરતાપુર સાહિબની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓ પાસેથી પાકિસ્તાન સર્વિસ ચાર્જ વસુલે એવો કોઈ કરાર થયો છે? આ સવાલના જવાબમાં રવિશ કુમારે જણાવ્યું કે, "આ મુદ્દે પાકિસ્તાન સાથે અનેક બેઠકો થઈ છે. સર્વિસ ફી સિવાયના તમામ મુદ્દાઓ પર પાકિસ્તાન સાથે કરાર થયો છે. પાકિસ્તાન દરેક શ્રદ્ધાળુ પાસેથી સર્વિસ ફી તરીકે 20 ડોલર (રૂ.1420) વસુલવાનો આગ્રહ રાખી રહ્યું છે."
VIDEO : દિલ્હીમાં પ્રાણી સંગ્રહાલયમાં અચાનક સિંહના પિંજરામાં કૂદ્યો યુવક અને પછી....!!!
રવિશ કુમારે વધુમાં જણાવ્યું કે, "ભારત સરકારે શ્રદ્ધાળુઓ પાસેથી સર્વિસ ફી ન લેવા માટે પાકિસ્તાનને વિનંતી કરી છે. કારણ કે, અત્યારે ગુરુનાનક દેવજીની 550મી જન્મજયંતી ઉજવવામાં આવનારી છે. આ લોકોથી લોકોનો સંપર્ક છે, નહીં કે સરકારનો. અમને આશા છે કે, કાર્યક્રમ શરૂ થતાં પહેલા આ મુદ્દે પણ સમાધાન થઈ જશે અને કરાર કરી લેવામાં આવશે."
ગૃહ મંત્રાલયનો નવો આદેશઃ પોલિસ અને સુરક્ષા દળોની કચેરીઓમાં સરદાર પટેલની તસવીર લગાવો
ઉલ્લેખનીય છે કે, 4.2 કિમી લાંબા કરતારપુર કોરિડોરનું ભારત દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને 31 ઓક્ટોબર પહેલા આ કામ પુરું કરી દેવાશે.
જુઓ LIVE TV.....