Cervical Cancer: કેન્સર એક એવી બીમારી છે જેનું નામ સાંભળીને જ લોકોનું મન બેસી જાય છે. ડોક્ટરો પણ આ બીમારીની વાત થાય ત્યારે બચવાની શકયતાઓની ગણતરીની વાત કરતા હોય છે. મેડિકલ સાયન્સ પણ આ બીમારીની વાત આવે ત્યારે બચવાના ચાન્સ ઓછા હોવાની તરફ ઈશારો કરતું હોય છે. આવી સ્થિતિમાં એક આશાની કિરણ ચમકી રહી છે અને એનું નામ છે સર્વાઈકલ કેન્સરની રસી. આવતા મહિનાથી સર્વાઈકલ કેન્સરની રસી માર્કેટમાં મળતી થઈ જશે. હાલમાં વિદેશમાં બનતી સર્વાઇકલ કેન્સરની રસી દેશમાં ઉપલબ્ધ છે. અમેરિકન કંપની મર્કની HPV રસીની કિંમત લગભગ 10 હજાર રૂપિયા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્વાઇકલ કેન્સર માટેની સીરમ ઇન્સ્ટિટ્યૂટની રસી આ મહિનાથી બજારમાં આવી જશે. આ રસી CERVAVAC નામથી બજારમાં ઉપલબ્ધ થશે અને તેના એક ડોઝની કિંમત લગભગ બે હજાર રૂપિયા હશે. ભારતમાં બનેલી આ પ્રથમ માનવ પેપિલોમાવાયરસ રસી છે, જે 24 જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાની હાજરીમાં લોન્ચ કરવામાં આવી હતી.


હાલમાં વિદેશમાં બનેલી સર્વાઈકલ કેન્સરની રસી દેશમાં ઉપલબ્ધ છે. અમેરિકન કંપની મર્કની HPV રસીની કિંમત લગભગ 10 હજાર રૂપિયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય ઇમ્યુનાઇઝેશન શેડ્યૂલમાં HPV રસીનો સમાવેશ કરવા પર વિચાર કરી રહ્યું છે, જે અંતર્ગત 9-14 વર્ષની છોકરીઓને આ રસી આપવામાં આવશે. આ માટે સરકાર એપ્રિલમાં ટેન્ડર બહાર પાડી શકે છે. વિશ્વની કુલ મહિલાઓની વસ્તીના 16 ટકા ભારતમાં રહે છે, પરંતુ અહીં સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામેલી મહિલાઓની સંખ્યા કુલ મૃત્યુના ત્રીજા ભાગની છે. આંકડા મુજબ, ભારતમાં દર વર્ષે લગભગ 80,000 મહિલાઓ સર્વાઇકલ કેન્સરથી પ્રભાવિત થાય છે અને તેમાંથી 35,000 મૃત્યુ પામે છે.


સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સરકારી અને નિયમનકારી બાબતોના નિર્દેશક પ્રકાશ કુમાર સિંહે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને પત્ર લખીને માહિતી આપી છે કે ખાનગી બજારમાં સર્વાઈકલ કેન્સરની આ રસીની કિંમત પ્રતિ ડોઝ 2000 રૂપિયા હશે. આ રસીના બે ડોઝ હશે જે બજારમાં ઉપલબ્ધ અન્ય સર્વાઇકલ કેન્સરની રસીઓ કરતા ઘણા ઓછા છે. પ્રકાશ સિંહે એમ પણ કહ્યું છે કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા આ રસી સરકારને ખૂબ જ સસ્તું ભાવે ઉપલબ્ધ કરાવશે.