મહાસમુંદ: છત્તીસગઢમાં આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હોવાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રદેશની જનતાને સંબોધિત કરવા માટે મહાસમુંદ પહોંચ્યા. મહાસમુંદના બેમચાભાઠા મેદાનમાં વિશાળ જનસભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ સાંસદ શશિ થરુરના પોતાના પુસ્તક 'નેહરુ: ધ ઈન્વેન્શન ઓફ ઈન્ડિયા'ના પુનર્વિમોચનના અવસરે તેમણે 'ચાવાળા' અને નહેરુજીના કારણે ચા વેચનારના વડાપ્રધાન બનાવાના નિવેદન પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે આ લોકો કહે છે કે નહેરુજીની મહેરબાની છે કે ચા વેચનાર વડાપ્રધાન બની શક્યો. ક્રેડિટ લેવા માટે એવી એવી વસ્તુઓ શોધીને લાવે છે. જો તેમણે એટલી જ ઉદાર લોકતાંત્રિક વ્યવસ્થા આપી છે તો હું પૂછવા માંગુ છું કે 5 વર્ષ માટે પરિવારની બહારની કોઈ વ્યક્તિને કોંગ્રેસ અધ્યક્ષ કેમ બનાવતા નથી. તેમના રાજ દરબારીએ કહ્યું કે આ બન્યાં હતાં, તે બન્યા હતાં, સીતારામ કેસરી કે જેઓ દલિત હતાં..કેવી રીતે તેમને બાથરૂમની અંદર બંધ કર્યા હતાં, રોડ પર ફેકી દેવાયા હતાં. ખોટું બોલવું, સવાલોના યોગ્ય જવાબ ન આપવા. તેમના રાજ દરબારી તેમને સવાલ પૂછવાની હિંમત કરતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં રિમોટ કંટ્રોલવાળી સરકાર હતી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે સીએમ ડો.રમણ સિંહે છત્તીસગઢમાં જે પણ કામ કર્યાં તે ખુબ સરાહનીય છે. કારણ કે તેની પહેલા દિલ્હીમાં બેઠેલી સરકાર તેમની વાત સાંભળતી નહતી. હું પણ ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે અનેક સમસ્યાઓને ઝેલી ચૂક્યો છું. અનેકવાર કેન્દ્ર સાથે લડવું પડ્યું. જે રીતે હું કેન્દ્ર સાથે લડ્યો તેમ તેઓ પણ કેન્દ્ર સાથે લડ્યાં. સીએમ ડો. રમણ સિંહના 10 વર્ષ ફક્ત નકારાત્મક શક્તિઓ સાથે લડવામાં જ જતા રહ્યાં. કારણ કે  છત્તીસગઢને કેન્દ્રએ ભારતનો હિસ્સો માનવાનો જ ઈન્કાર કરી દીધો હતો. 


હું અહીંના લોકોથી પરિચિત છું-પીએમ મોદી
તેમણે આગળ કહ્યું કે મહાસમુંદની ધરતી પર મને સંગઠનના કાર્યકર્તા તરીકે, કાર્ય કરવાનો અવસર મળ્યો છે. હું અહીંના લોકોની આવશ્યકતાઓ, સમસ્યાઓ અને તેમના સમાધાનથી સારી પેઠે પરિચિત છું. અહીંથી હું ઘણું શિખ્યો છું. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મોટી રેલી કરી રહ્યો છું, અમે જેટલું વિચાર્યું નહતું તેનાથી વધુ લોકો આજે રેલીમાં હાજર છે. અનેક લોકો તડકામાં ઊભા રહ્યાં છે. તમને બધાને થઈ રહેલી અસુવિધાઓ માટે હું ક્ષમા માંગુ છું. પરંતુ હું તમને વિશ્વાસ અપાવું છું કે તમારી તપસ્યા હું બેકાર જવા દઈશ નહીં. અમે વિસ્તારમાં વિકાસ સાથે તમારી તપસ્યાને વ્યાજ સહિત ચૂકવીશું. 


છત્તીસગઢની રચનાને 18 વર્ષ થયા
મહાસમુંદની સભાને સંબોધિત કરતા તેમણે વધુમાં કહ્યું કે પ્રદેશની જનતાને કેન્દ્ર સરકારનું પૂરું સમર્થન છે. આ વખતે પણ સીએમ રમણ સિંહનો સાથ આપો. આ ચૂંટણીને સામાન્ય ન સમજો. કારણ કે તેની સાથે વિસ્તારનો વિકાસ જોડાયેલો છે. કેન્દ્રમાં ભાજપ સરકાર બન્યા બાદ જ છત્તીસગઢ પર ધ્યાન આપવામાં આવ્યું છે કારણ કે કેન્દ્રમાં એક એવા વડાપ્રધાન છે જે છત્તીસગઢની જનતા અને તેમની સમસ્યાઓથી પરિચિત છે. છત્તીસગઢ 18 વર્ષનું થયું છે. તમે બધા જાણો છો કે જ્યારે કોઈ બાળક 18 વર્ષનું થાય તો તેની અપેક્ષાઓ અને સપનાઓ જાગે છે.