નવી દિલ્હી :મા દુર્ગાના 9 સ્વરૂપોની ઉપાસનાનો પર્વ ચૈત્ર નવરાત્રિ આ મહિનાની 6 તારીખથી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિને લઈને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ છે. માતાના ઘરમાં આગમમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ નવ દિવસોમાં માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિ માટે માનવામાં આવે છે કે, પૌરાણિક કથાઓ અને શુભ મુહૂર્તોમાં માતાના કળશની સ્થાપના કરવામાં આવે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૈત્ર નવરાત્રમાં આ વખતે કળશ સ્થાપનાનું મુહૂર્ત માત્ર 4 કલાક 10 મિનીટ સુધી જ રહેશે. કળશ સ્થાપનાનું મુહૂર્ત સવારે 6 વાગીને 9 મિનીટથી લઈને 10 વાગીને 21 મિનીટ સુધી રહેશે. 


આ એક ક્લિક પર મેળવો લોકસભા ચૂંટણીના ગુજરાતના તમામ અપડેટ્સ


માતા સ્વરૂપ અનુસાર ભોગ ધરાવો


  • નવરાત્રિના પહેલો દિવસ મા શૈલપુત્રીનો દિવસ હોય છે. આ દિવસે ઘીનો ભોગ ઘરાવો અને દાન કરો. તેનાથી રોગીઓને કષ્ટમાંથી મુક્તિ મળશે અને બીમારી દૂર થશે.

  • બીજો દિવસ બ્રહ્મચારિણી માતાનો હોય છે. જેમને ખાંડનો ભોગ ધરાવો અને તેનું દાન કરો. તેનાથી લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે.

  • ત્રીજો દિવસ મા ચંદ્રઘટાની પૂજા કરવામાં આવે છે. તેમને દૂધ ચઢાવીને તેનુ દાન કરો. જેથી તમામ પ્રકારના દુખોમાંથી મુક્તિ મળશે. 

  • ચોથો દિવસ માતા કુષ્માંડાની આરાધના થાય છે. તેમને માલપુઓનો ભોગ ધરાવીને દાન કરો. તેનાથી પરિવારમાં સુખ-શાંતિ આવશે.

  • પાંચમા દિવસ સ્કંદમાતાનો દિવસ છે. માતાના માત્ર મધનો ભોગ ચઢાવીને તેનું દાન કરો. મધના ભોગથી ધન પ્રાપ્તિ થશે. 

  • છઠ્ઠો દિવસ મા કાત્યાનાની પૂજા થાય છે. ષષ્ઠી તિથિના દિવસે પ્રસાદમાં મધ ચઢાવવું. તેના પ્રભાવથી સાધકને સુંદર રૂપ મળે છે.

  • સાતમો દિવસ મા કાલરાત્રિની પૂજા થાય છે. તેમને ગોળની ચીજોનો ભોગ ચઢાવીને દાન કરવાથી ગરીબી દૂર થાય છે.

  • આઠમો દિવસ મહાગૌરી એટલે કે મા દુર્ગાને સમર્પિત હોય છે. માતાને નારિયેળનો ભોગ ધરાવીને દાન કરો. જેનાથી સુખ-સાહ્યબી મળશે.

  • નવમા દિવસે સિદ્ધદાત્રિ માતાની પૂજા કરીને તેમને વિવિધ પ્રકારના અનાજનો ભોગ લગાવો. તેને બાદમાં દાન કરો. તેનાથી જીવનમાં દરેક પ્રકારની સુખશાંતિ મળશે.