આર્થિક વિકાસ દરને 10 ટકા સુધી પહોંચાડવો એક પડકાર: PM મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા સામે હવે પડકાર વિકાસ દરને દ્વિઅંકી બનાવવાની છે
નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા સામે હવે પડકારોને વિકાસ દરને દ્વિઅંક સુધી પહોંચાડવાની છે. જેના માટે ઘણા મહત્વપુર્ણ પગલા ઉઠાવવા પડશે. મોદી રવિવારે રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં નીતિ પંચની સંચાલન પરિષદની ચોથી બેઠકના ઉદ્ધાટન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ગત્ત નાણાકીય વર્ષ 2017-18ના ચોથા ત્રિમાસીક ગાળામાં ભારતીય અર્થવ્યવસ્થાએ મજબુત 7.7 ટકાનો વિકાસ નોંધ્યો છે અને હવે પડકાર તેને દ્વિઅંકમાં લઇ જવાની છે.
ન્યૂ ઇન્ડિયાનું સપનું દેશવાસીઓનો સંકલ્પ
વડાપ્રધાને કહ્યું કે, 2022 સુધીમાં ન્યુ ઇન્ડિયાનું સપનું આપણા દેશાં લોકો માટે એક સંકલ્પ છે. મોદીએ આ અંગે રવિવારે બેઠકના એજન્ડામાં રહેલા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો.તેમાં ખેડૂતોની આવક બમણી કરવા, વિકાસની આશામાં બેઠેલા જિલ્લાનાં વિકાસ, આયુષ્યમાન ભારત, મિશન ઇન્દ્રધનુષ, પોષણ મિશન અને મહાત્મા ગાંધીની 150મી જયંતીનો ઉલ્લેખ કર્યો. તે અગાઉ નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે મુખ્યમંત્રીઓ અને અન્ય પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું. સત્રનું સંચાલન ગૃહમંત્રી રાજનાથ સિંહે કર્યું.
વડાપ્રધાન મોદીએ દરેક સંભવ મદદનું આશ્વાસન આપ્યું
બેઠકમાં મુખ્યમંત્રીઓ તથા અન્ય પ્રતિનિધિઓનું સ્વાગત કરતા મોદીએ વજન આપતા કહ્યું કે, સંચાલન પરિષદ એવું મંચ છે જે ઐતિહાસિક પરિવર્તન લાવી શકે છે. તેમણે પુર પ્રભાવિત રાજ્યો રાજ્યોનાં મુખ્યમંત્રીઓને પુરથી ઉત્પન્ન સ્થિતીને ઉકેલવામાં દરેક સંભવ મદદનું આશ્વાસન આપ્યું. તેમણે કહ્યું કે, નીતિ પંચની સંચાલન પરિષદે રાજકોટ અંગેનાં કેટલાક જટિલ મુદ્દાઓ ટીમ ઇન્ડિયા સ્વરૂપે સહયોગપુર્ણ, પ્રતિસ્પર્ધા પુર્ણ સંઘવાદની ભાવના સાથે લીધી છે.
વડાપ્રધાને કહ્યું કે, માલ અને સેવા કર (GST)ને લાગુ થવાની ટીમ ઇન્ડિયાની આ ભાવના એક જવતુ જાગતું ઉદાહરણ છે. વડાપ્રધાને કહ્યું કે, રાજ્યોનાં મુખ્યમંત્રીઓ ઉપસમુહો અને સમિતીએમાં પોતાનાં કાર્યો દ્વારા સ્વચ્છ ભારત મિશન, ડિજિટલ લેવડદેવડ અને કૌશલ વિકાસ જેવા મુદ્દાઓ પર નીતિ બનાવવામાં મહત્વપુર્ણ ભુમિકા નિભાવી છે.