ઝારખંડના મુખ્યમંત્રી ચંપઈ સોરેને સોમવારે વિધાનસભામાં બહુમત મેળવી લીધો. વિધાનસભાના વિશેષ સત્રમાં સીએમ ચંપઈ સોરેન તરફથી આજે વિશ્વાસ મતનો પ્રસ્તાવ સદનમાં રજૂ કરાયો હતો. 82 સભ્યોની વિધાનસભામાં ગાંડેય વિધાનસભા સીટ જેએમએમ વિધાયક સરફરાઝ અહેમદના રાજીનામાને કારણે ખાલી છે. જ્યારે જેએમએમ રામદાસ સોરેન અને ભાજપના ધારાસભ્ય ઈન્દ્રજીત મહતો વિધાનસભા પહોંચી શક્યા નહીં. ઘાટશિલાના જેએમએમ વિધાયક રામદાસ સોરેન કિડનીની બીમારીની સમસ્યાના કારણે દિલ્હીમાં હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે ભાજપ વિધાયક ઈન્દ્રજીત મહતો લાંબા સમયથી હૈદરાબાદની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વિશ્વાસ મત પ્રસ્તાવના પક્ષમાં 47 મત પડ્યા જ્યારે વિરોધમાં 29 મત પડ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ ક રતા સીએમ ચંપઈ સોરેને કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરઉપયોગ કરીને હેમંત સોરેનને ફસાવવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે ઈડીએ હેમંત સોરેનને એવા કેસમાં ધરપકડ કરી છે જેની  કોઈ ખાતાવહી નથી. જ્યારે ભાજપના વિધાયક ભાનુ પ્રતાપ શાહીની ઈડીએ 7 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી પરંતુ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 


રાજનીતિ છોડી દઈશ- હેમંત સોરેન
વિધાનસભાને સંબોધિત કરતા હેમંત સોરેને કહ્યું કે તેમને લાગે છે કે જેલમાં નાખીને પોતાના મનસૂબા સાકાર કરી લેશે પરંતુ આ ઝારખંડ છે. આ દેશનું એક એવું રાજ્ય છે જ્યાં દરેક ખૂણે આદિવાસી- દલિત વર્ગોથી અગણિત સિપાઈઓએ પોતાની કુરબાની આપી છે. સીબીઆઈ, ઈડી, આવકવેરા જેમને સંવેદનશીલ વ્યવસ્થા કહેવામાં આવે છે. જે કરોડો ખાઈને વિદેશમાં બેઠા છે તેમનું તેઓ કશું કરી શકતા નથી. નિર્દોષો પર તેઓ નિશાન સાંધે છે. હેમંત સોરેને વધુમાં કહ્યું કે મારા પર પાયાવિહોણા આરોપ છે. જો હિંમત હોય તો કાગળ દેખાડો કે સાડા 8 એકર જમીન મારા નામે છે. જો હશે તો રાજકારણમાંથી રાજીનામું આપી દઈશ. રાજકારણ તો દૂર રહ્યું ઝારખંડ પણ છોડી દઈશ. 


આદિવાસી દલિતો વિરુદ્ધ ષડયંત્ર- હેમંત સોરેન
હેમંત સોરેને વિધાનસભામાં કહ્યું કે ભીમરાવ આંબેડકરનું સપનું તૂટી રહ્યું છે. આદિવાસી દલિતો વિરુદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું છે. અત્યાચારના નવા નવા સ્વરૂપ દેખાડતા રહે છે. 31 જાન્યુઆરીએ તેનું જીવતું જાગતું ઉદાહરણ જોવા મળ્યું. વિપક્ષ તરફ આટલી ધૃણા કેમ છે. ક્યાંથી આટલી તાકાત મળે છે. તેઓ શરમાતા નથી. કહે છે કે અમે જંગલમાં હતા તો ત્યાં રહેવું જોઈએ. અમે જંગલમાંથી બહાર આવ્યા તો તેમના કપડાં ગંદા થવા લાગ્યા. તેમનું ચાલે તો અમે જૂનું જીવન જ જીવીએ. તેમની અંદર છૂપાયેલી કુંઠા તેમની હકીકત બહાર આવી. 


મુખ્યમંત્રી ચંપઈ સોરેન બાદ પૂર્વ સીએમ હેમંત સોરેને પોતાની વાતો સદનમાં રજૂ કરતા ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે 31 જાન્યુઆરીની રાતને કાળી રાત ગણાવતા કહ્યું કે દેશના લોકતાંત્રિક ઈતિહાસમાં એક કાળો અધ્યાય બની ગયો. તેમણે કહ્યું કે 31 જાન્યુઆરીની રાતે દેશમાં પહેલીવાર કોી સીએમ કે પૂર્વ સીએમ કે કોઈ વ્યક્તિની ધરપકડ રાજભવનમાં થઈ. હેમંત સોરેને આરોપ લગાવતા કહ્યું કે તેમની ધરપકડમાં રાજભવન પણ સામેલ રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube