Chanakya NIti: આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં જીવનની કપરી સચ્ચાઈઓ વિશે વિગતવાર જણાવ્યું છે. આચાર્ય ચાણક્યના વિચાર તમને ભલે કડવા લાગતા હોય પરંતુ તે સાચા છે. ચાણક્ય નીતિની વાતો જીવનની દરેક કસોટી પર ખરી ઉતરે છે. ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યએ પત્ની, મિત્ર, પિતા, જેવા અનેક સંબંધો વિશે વાત કરી છે. ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યએ એમ પણ જણાવ્યું છે કે કેવી સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ. એક પત્ની કેવી હોવી જોઈએ. આવો જાણીએ કે ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યએ કયા 5 પ્રકારની મહિલાઓ સાથે વિવાહ  કરવા જોઈએ તે જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુણવાન સ્ત્રી
ચાણક્ય નીતિ મુજબ જે સ્ત્રી ગુણવાન હોય, તેની સાથે લગ્ન કરવા જોઈએ. પુરુષે લગ્ન માટે ફક્ત સુંદર મહિલાઓ પાછળ ન ભાગવું જોઈએ. જો સ્ત્રી સુંદર હોય અને ગુણવાન ન હોય તો મુશ્કેલી સમયે તે તમારો સાથ છોડીને જતી રહેશે અને તમે એકલા પડી જશો. ગુણવાન સ્ત્રી મુશ્કેલીના સમયે પણ પતિનો સાથ છોડતી નથી. 


ધર્મ-કર્મમાં વિશ્વાસ ધરાવતી સ્ત્રી
આચાર્ય ચાણક્યએ જણાવ્યું છે કે પુરુષે ધર્મ-કર્મમાં વિશ્વાસ ધરાવતી સ્ત્રી સાથે વિવાહ કરવા જોઈએ. જો સ્ત્રી ધર્મ-કર્મવાળી ન હોય તો આગળની પેઢીમાં પણ તેની કમી થઈ શકે છે. જો તે ધર્મ-કર્મમાં વિશ્વાસ નહીં ધરાવતી હોય તો બાળકોને પણ એવું જ શિક્ષણ આપશે. આથી ધર્મ-કર્મવાળી સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ. 


મર્યાદાવાળી સ્ત્રી
ચાણક્ય નીતિ મુજબ પુરુષે લગ્ન માટે મર્યાદામાં માનતી સ્ત્રીની પસંદગી કરવી જોઈએ. મર્યાદામાં રહેતી સ્ત્રી તેના પતિની ઈજ્જત સંભાળી રાખે છે. મર્યાદામાં રહેતી સ્ત્રીના પતિનું માથું ક્યારેય શરમથી ઝૂકતું નથી. 


ક્રોધને નિયંત્રણમાં રાખતી સ્ત્રી
આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં જણાવ્યું છે કે જો કોઈ સ્ત્રી પોતાના ગુસ્સા પર કંટ્રોલ કરવાનું જાણતી હોય તો તે લગ્ન કરવા યોગ્ય છે. ક્રોધ માણસનો સૌથી મોટો દુશ્મન છે. જે સ્ત્રીના માથા પર હંમેશા ગુસ્સો સવાર રહેતો હોય તે પોતાના પરિવારને ક્યારેય ખુશ રાખી શકે નહીં. 


સ્ત્રીની મરજી વિરુદ્ધ લગ્ન ન કરવા
ચાણક્ય નીતિ મુજબ જે સ્ત્રી તમારી સાથે પોતાની મરજીથી લગ્ન કરવા તૈયાર થાય તેની સાથે જ લગ્ન કરવા જોઈએ. આવી સ્ત્રીઓ પતિને ખુશ રાખે છે અને સન્માન આપે છે. જો તમે સ્ત્રીની મરજી વિરુદ્ધ તેની સાથે લગ્ન કર્યા હશે તો તે જીવનને નરક બનાવી દે છે.


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)