Chanakya Niti: આચાર્ય ચાણક્યએ અર્શશાસ્ત્ર, કૂટનીતિ, રાજનીતિ ઉપરાંત ઘર-પરિવાર સંબંધિત અનેક મહત્વની જાણકારીઓ જણાવી છે. ચાણક્ય નીતિમાં જણાવવામાં આવેલી આ વાતો ઘરને સ્વર્ગ બનાવી શકે છે. પતિ અને પત્નીના સંબંધને ખુબ મજબૂત પણ બનાવે છે અને જીવનમાં દરેક સુખ મેળવવાની રીત પણ દેખાડે છે. અહીં અમે મહિલાઓની એક ખાસ આદત વિશે વાત કરીશું જેને ચાણક્ય નીતિમાં ખુબ સારી ગણાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે જોયું હશે કે અનેક મહિલાઓને વાતે વાતે રડવાની આદત હોય છે. ચાણક્ય નીતિ મુજબ આવી મહિલાઓ ઘર અને પરિવાર માટે ખુબ જ શુભ સાબિત થાય છે. મહિલાઓની વારંવાર રડવાની આદત અનેક લોકોને ખરાબ લાગે છે પરંતુ ઘર પરિવારની ખુશી અને શાંતિ માટે આ આદત સારી કહેવાય છે. ચાણક્ય નીતિમાં તેની પાછળનું કારણ પણ ગણાવવામાં આવ્યું છે. આ સાથે જ કહેવાયું છે કે આવી મહિલાઓની ખુબ કદર કરવી જોઈએ. 


- ચાણક્ય નીતિ મુજબ વાતે વાતે રડતી મહિલાઓ પોતાના પતિ-પરિવારથી દૂર થવા માંગતી નથી હોતી. તેમની આ ભાવના પરિવારને એક તાંતણે બાંધી રાખવા માટે ખુબ સારી હોય છે. 


- જે મહિલાઓ ભૂલ વગર પણ રડવા લાગે છે તે ખુબ જ કોમળ હ્રદયવાળી હોય છે. તેમનામાં એટેચમેન્ટ ખુબ ભરેલું હોય છે. આવી મહિલાઓ પોતાના પરિવારને ખુબ પ્રેમ કરે છે. 


- મહિલાઓનું રડવું કે બૂમો પાડવું... આ બધુ તેમની અંદર ગુસ્સો કે તણાવ ભેગું થવા દેતું નથી. તેનાથી તેઓ બીમારીથી પણ બચે છે. આ સાથે જ કોઈ પણ વાતને મનમાં રાખીને બેસતી નથી અને તે લોકોને જલદી માફ પણ કરી દે છે. 


- વાતે વાતે રડતી મહિલાઓ ક્યારેય કોઈનું હ્રદયભગ્ન કરતી નથી. તેઓ હંમેશા બીજાની  ભાવનાઓનો ખ્યાલ રાખે છે. તેમના સ્વભાવની આ ખાસિયત સમગ્ર પરિવારને તેમના મુરીદ બનાવી દે છે. આ સાથે જ મુશ્કેલ સમય પણ તે સરળતાથી પાર પાડી દે છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


Scary Video: પૂરપાટ ઝડપે આવતી કારે ડિવાઈડર કૂદાવી સ્કૂટીને લીધુ ઝપેટમાં, કાચાપોચા ન જુએ આ ડરામણો વીડિયો


ગજબ ભેજું! ઓફિસ આવ-જા કરવા એવી કાર બનાવી નાખી...માત્ર 5 રૂપિયામાં 60 કિમીની કરે છે મુસાફરી


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube