નવી દિલ્હી: ICICI બેંકની પૂર્વ CEO અને મેનેજિંગ ડાયરેક્ટર ચંદા કોચર અને તેના પતિ દિપક કોચરને ED (Enforcement Directorate)ની તરફથી સમન જાહેર કરવામાં આવ્યો હતો. સમન જાહેર થયા બાદ બંને આજે EDની દિલ્હી ઓફિસ પહોંચ્યા છે. જ્યાં તેમની વીડિયોકોનને લોન આપવા મામલે પૂછપરછ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આઝાદ ભારતના પહેલા આતંકવાદી હિન્દૂ હતા અને તેમનું નામ નાથૂરામ ગોડસે: કમલ હાસન



આ મામલો વીડિયોકોન ગ્રુપને 1875 કરોડ રૂપિયાની લોન આપવા સાથે જોડાયેલો છે. ICICIએ 2009-2011ની વચ્ચે કંપનીને આ લોન આપી હતી. ચંદા કોચર તે સમયે બેંકની પ્રમુખ હતી. ED આ મામલે તપાસ કરી રહ્યું છે કે આ લોન આપવામાં કોઇ પ્રકારનો ભ્રષ્ટાચાર તો થયો નથી. PMLA અંતર્ગત મામલે તપાસ થઇ રહી છે.


જુઓ Live TV:-



દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...