ચંડીગઢઃ ફટાકડાની ચિનગારીના કારણે 5 લોકોએ ગુમાવી દૃષ્ટિ, અનેક ઘાયલ
ચંડીગઢના પીજીઆઈ એડવાન્સ આઈ સેન્ટરમાં દિવાળીની રાત્રે 5 લોકોની ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી. પીજીઆઈના ડોક્ટર સવલીને જણાવ્યું કે, હવે થોડા દિવસ પછી ખબર પડશે કે તેમની કેટલા ટકા દૃષ્ટિ પાછી આવી છે. આ ઉપરાંત અન્ય 10લોકોની પણ આંખોમાં નુકસાન થયું છે, જોકે, તેમને મોટું જોખમ નથી.
ચંડીગઢઃ દિવાળી નિમિત્તે ફટાકડા ફોડતા સમયે આંખમાં ઉડેલી ચિનગારીના કારણે 5 લોકોને દૃષ્ટિ ગુમાવાનો વારો આવ્યો છે. ચંડીગઢના પીજીઆઈ એડવાન્સ આઈ સેન્ટર ખાતે દિવાળીની રાત્રે ફટાકડાની ચિનાગારીના કારણે આંખમાં થયેલા નુકસાન સાથે ઘાયલ થયેલા 15 દર્દી પહોંચ્યા હતા, જેમાંથી મોટાભાગના બાળકો છે. પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમાં એક ચંડીગઢનો, એક પંજાબનો, હરિયાણાના બે અને હિમાચલના સોલનનો એક દર્દી છે.
ચંડીગઢના પીજીઆઈ એડવાન્સ આઈ સેન્ટરમાં દિવાળીની રાત્રે 5 લોકોની ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી. પીજીઆઈના ડોક્ટર સવલીને જણાવ્યું કે, હવે થોડા દિવસ પછી ખબર પડશે કે તેમની કેટલા ટકા દૃષ્ટિ પાછી આવી છે. આ ઉપરાંત અન્ય 10 લોકોની પણ આંખોમાં નુકસાન થયું છે, જોકે, તેમને મોટું જોખમ નથી.
દિવાળીના તહેવારો નિમિત્તે RBIએ બજારમાં ઠાલવી 1700 કરોડની નવી નોટો
ડોક્ટરોએ જણાવ્યું કે, દૂર-દૂરના વિસ્તારોમાંથી ફટાકડાથી આંખમાં દાઝી ગયેલા દર્દીઓના આવવાનો સિલસિલો ચાલુ છે. ડો. હિમાંશુએ જણાવ્યું કે, ફટકાડા સળગાવનારના જ નહીં પરંતુ તેની આબુ-બાજુમાં ઉભેલા લોકોને પણ આંખમાં નુકસાન પહોંચ્યું હોય એવા કેસ સામે આવ્યા છે.
ચંડીગઢની પીજીઆઈ ઉપરાંત સરકારી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ સેક્ટર-32 અને જીએમસીએચ હોસ્પિટલમાં પણ અનુક્રમે 8 અને 27 દર્દી ફટાકડાથી આંખ દાઝી ગયાની સમસ્યા સાથે આવ્યા હતા. આ દર્દીઓને વધુ નુકસાન ન પહોંચ્યું હોવાના કારણે ડોક્ટરોએ તાત્કાલિક ઈલાજ કરીને ઘરે પાછા મોકલી દીધા હતા.
જુઓ LIVE TV.....