ચંદીગઢઃ ચંદીગઢ મેયર ચૂંટણી વિવાદમાં નવો વળાંક આવ્યો છે. ભાજપના મેયર મનોજ સોનકરે સુપ્રીમ કોર્ટમાં મામલાની સુનાવણી માટે સમય નક્કી થવાા એક દિવસ પહેલા રવિવારે રાજીનામુ આપી દીધુ છે. સૂત્રોએ જણાવ્યું કે શનિવારે દિલ્હીમાં પાર્ટી હાઇકમાન્ડ સાથે ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓની બેઠક થઈ હતી. ત્યારબાદ પાર્ટીએ સોનકરને રાજીનામુ આપવાનું કહ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના થોડા દિવસ પહેલા ચંદીગઢ ભાજપે પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહને પણ તેના લઘુમતી સેલમાંથી હટાવી દીધા હતા, જેમના પર કથિત રીતે બેલેટ પેપરમાં ઘાલમેલ કરવાનો આરોપ હતો. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે 30 જાન્યુઆરીએ યોજાયેલી મેયર ચૂંટણીમાં ગડબડીનો આરોપ લગાવતા સોનકરને હટાવવાની માંગ કરી હતી. વિપક્ષનો આરોપ હતો કે મસીહ તરફથી મતપત્રો પર કંઈક લખવા અને આઠ મતને અમાન્ય કર્યા બાદ સોનકર જીત્યા હતા.


મસીહે સુપ્રીમ કોર્ટમાં સોમવારે થવાનું છે હાજર
હકીકતમાં અનિલ મસીહ ચંદીગઢ ભાજપના અલ્પસંખ્યક વિભાગના મહાસચિવ હતા. તેમણે સોમવારે સુપ્રીમ કોર્ટમાં રજૂ થવાનું હતું. 18 જાન્યુારીએ જ્યારે મૂળ રૂપથી ચૂંટણી થવાની હતી. ત્યારે મસીહ બીમાર પડી ગયા હતા. ત્યારબાદ ચૂંટણી 30 જાન્યુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. મેયર ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ-આપ ગઠબંધને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ દરમિયાન પરિણામ રદ્દ કરવા અને ચંદીગઢ મેયર ચૂંટણી ફરી યોજવાની માંગ કરી હતી. પરંતુ ત્યાંથી રાહત ન મળતા તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. 


આ પણ વાંચોઃ 'કમલનાથે કહ્યું- હું કોંગ્રેસી હતો, છું અને રહીશ,' લોકતંત્રમાં હારજીત થતી રહે છે'


સુપ્રીમ કોર્ટે કરી હતી ગંભીર ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે મામલામાં કહ્યું હતું કે ચંદીગઢ મેયર ચૂંટણી દરમિયાન જે થયું તે લોકતંત્રની મજાક હતી. સુપ્રીમ કોર્ટે પીઠાસીન અધિકારીને લઈને કહ્યું હતું કે અમે આ રીતે લોકતંત્રની હત્યા થવા દેશું નહીં. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ત્રણ-ન્યાયાધીશોની પીઠે પીઠાસીન અધિકારીને આગામી સુનાવણી 19 ફેબ્રુઆરીએ હાજર રહેવા માટે કહ્યું હતું. 


ચંદીગઢ કોર્પોરેશનમાં મતનું ગણિત
કુલ સીટોઃ 36
ભાજપઃ 14 +1 (કિરણ ખેર, સાંસદ)
આપઃ 13
કોંગ્રેસઃ 7
શિરોમણિ અકાલી દળઃ 1
નોમિનેટઃ 9 (મતનો અધિકાર નહીં)
બહુમતઃ 18