Punjab: નવજોત સિંહ સિદ્ધુએ મુખ્યમંત્રી ચરણજીત સિંહ સાથે કરી મુલાકાત, આ મુદ્દે થઈ ચર્ચા
પંજાબમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ સિદ્ધુએ આજે મુખ્યમંત્રી ચન્ની સાથે મુલાકાત કરી છે.
નવી દિલ્હીઃ Navjot Sidhu Meets CM Channi: પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામા બાદ આજે નવજોત સિંહ સિદ્ધુએ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સાથે ચંડીગઢમાં મુલાકાત કરી છે. પંજાબ ભવનમાં થયેલી આ મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી પરગટ સિંહ, કાર્યકારી અધ્યક્ષ કુલજીત નાગરા, પવન ગોયલ અને પર્યવેક્ષક હરીશ ચૌધરી પણ હાજર રહ્યા હતા. હકીકતમાં સિદ્ધુએ 28 સપ્ટેમ્બરે બધાને ચોંકાવતા ચન્ની સરકારના નિર્ણયથી નારાજ થઈને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતું. ત્યારબાદ મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે વાતચીતથી મુદ્દાનો ઉકેલ લાવવામાં આવશે.
બુધવારે મુખ્યમંત્રી ચન્નીએ કહ્યુ હતુ કે, 'મેં આજે સિદ્ધુ સાહેબની સાથે ટેલીફોન પર વાત કરી છે. પાર્ટી સર્વોચ્ચ છે, સરકાર પાર્ટીની વિચારધારાને સ્વીકાર કરે છે અને તેનું પાલન કરે છે. (મેં તેમને કહ્યુ કે) તમે આવો, બેઠો અને વાત કરો.' બીજી બાજુ, સિદ્ધુએ બુધવારે પોલીસ મહાનિદેશક, રાજ્યના એડવોકેટ જનરલ અને 'કલંકિત' નેતાઓની નિમણૂક પર સવાલ ઉઠાવ્યા હતા.
આ પણ વાંચોઃ Farmers Protest: કિસાન આંદોલન પર સુપ્રીમ કોર્ટે કહ્યું- કાયમ માટે હાઈવે રોકી શકાય નહીં
વરિષ્ઠ આઈપીએસ અધિકારી ઇકબાલ પ્રીત સિંહ સહોતાના પંજાબ પોલીસના મહાનિદેશક તરીકે વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. સહોતાનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરતા સિદ્ધુએ કહ્યુ- આજે મેં જોયુ કે તે મુદ્દા સાથે સમજુતી થઈ રહી છે. સહોતા ફરીદકોટમાં ગુરૂ ગ્રન્થ સાહિબની અસભ્ય ઘટનાઓની તપાસ માટે તત્કાલીન અકાલી સરકાર દ્વારા 2015માં રચાયેલી એક એસઆઈટીના પ્રમુખ હતા.
સિદ્ધુને કેપ્ટન અમરિંદર સિંહની નારાજગી છતાં કોંગ્રેસ હાઈકમાન્ડે 18 જુલાઈએ પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા. વિવાદ યથાવત રહેતા કેપ્ટને 18 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું. ત્યારબાદ ચરણજીત સિંહ ચન્નીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ચન્નીને સિદ્ધુના નજીકના માનવામાં આવે છે. પરંતુ હવે સિદ્ધુએ ચન્ની સરકારના નિર્ણયથી નારાજ થઈ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube