ચંડીગઢ : દેશમાં કોરોના વાયરસનાં વધી રહેલા સંક્રમણ વચ્ચે ચંડીગઢ પીજીઆઇથી શનિવારે રાહતના સમાચાર આવ્યા છે. ચંડીગઝ પીજીઆઇમાં કોરોનાથી સંક્રમિત 6 દર્દીઓ અંગે કુષ્ટ રોગની દવા માઇકોવૈક્ટેરિયમ ડબ્યુ વૈક્સિનનું ટ્રાયલ કરવામાં આવ્યું. તમામ દર્દીઓના સ્વાસ્થયમાં સુધારો જોવા મળ્યો છે. રાહતની વાત એ પણ છે કે, તેમને કોઇ પણ સાઇડ ઇફેક્ટ એટલે કે દુષ્પ્રભાવત જોવ નથી મળ્યો.  જો કે ચંડીગઢ પીજીઆઇનાં સીનિયર ડોક્ટરે કહ્યું કે, હાલ શરૂઆત છે, એટલા માટે કંઇ પણ કહેવું ઉતાવળ ગણાશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે દેશનાં ત્રણ ઇંસ્ટિટ્યુટ એમડબલ્યુ વૈક્સિનનાં ટ્રાયલ માટે પસંદગી કરી છે. જેમાં ચંડીગઢ પીજીઆઇ એ છે. હાલ ચંડીગઢ પીજીઆઇએ ટ્રાયલ કર્યું તો પરિણામ સારુ મળ્યું છે. હાલ અનેક દર્દી પર પણ ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. તેમ છતા પણ પીજીઆઇ તેના મુદ્દે પોતાનો અંતિમ રિપોર્ટ કેન્દ્રને સોંપશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ વધીને 24 હજારથી પાર થઇ ચુક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના અનુસાર શુક્રવારે સાંજે શનિવાર સુધીમાં કોરોના વાયરસ સંક્રમણથી 56 લોકોનાં મોત થઇ ચુક્યા છે, જ્યારે 1490 નવા કેસ સામે આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં ગત્ત 24 કલાકમાં 56 લોકોના મોત થઇ ચુક્યા છે.  જે અત્યાર સુધીમાં થયેલા સૌથી વધારે મોત છે. કોવિડ 19થી મરનારા લોકોની સંખ્યા વધીને શનિવારે 779 પહોંચી ચુકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube