અમરાવતી : આંધ્રપ્રદેશ પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ ગુરૂવારે પોતાના સાંસદોને કહ્યું કે, તેમની પાર્ટી ટીડીપી દ્વારા કેન્દ્ર સરકારની વિરુદ્ધ લવાયેલો અવિશ્વાસનો પ્રસ્તાવ આંધ્રપ્રદેશના પાંચ કરોડ લોકો માટે પ્રતિષ્ઠાનો મુદ્દો છે. ટીડીપી સુત્રો અનુસાર નાયડૂએ વિપક્ષી દળોના સાંસદોને નવેસરથી પત્ર પણ લખ્યો અને અવિશ્વાસના મત અંગે સમર્થન માંગ્યું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાયડૂએ ટેલી કોન્ફરન્સ દ્વારા પોતાના સાંસદોને કહ્યું કે, આ એક ઐતિહાસિક અવસર છે, એક પ્રેરણાત્મક અવસર છે. તમને લોકસભામાં આંધ્રપ્રદેશના પાંચ કરોડ લોકોનો અવાજ ગુંજાયમાન કરવી જોઇએ કારણ કે આ એક પ્રતિષ્ઠાનો મુદ્દો છે. કાલે અવિશ્વાસના પ્રસ્તાવ અંગે ચર્ચા દરમિયાન ટીડીપીના સાંસદોએ જો કે રાજ્યના કથિત અન્યાય અંગે બોલવા માટે વધારે સમય નહી મળી શકે કારણ કે લોકસભામાં તેની પાસે માત્ર 16 જ ઉમેદવારો છે. પાર્ટીઓને તેમનાં સભ્યોની સંખયાના આધારે સંસદમાં ચર્ચા માટે સમય ફાળવવામાં આવતો હોય છે. 

કાલે અવિશ્વાસ પ્રસ્તાવ અંગે ચર્ચા દરમિયાન ટીડીપીના સાંસદોએ જો કે રાજ્યના કથિત અન્યાય અંગે બોલવા માટે વધારે સમય નહી મળી શકે કારણ કે લોકસભામાં તેના 16 જ સભ્યો છે. પાર્ટીઓને તેના સભ્યોની સંખ્યાના આધાર પર સંસદમાં ચર્ચા માટે સમય ફાળવવામાં આવે છે. 

શિવસેના આપશે મોદી સરકારનો સાથ
શિવસેનાએ કહ્યું કે, તેઓ કાલે લોકસભામાં વિપક્ષની તરફથી લાવવામાં આવનાર અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ભાજપ નેતૃત્વની સરકારનું સમર્થન કરશે. શિવસેનાના મુખ્ય સચેતક ચંદ્રકાંત ખેરે લોકસભામાં પાર્ટીનાં તમામ સભ્યોને વ્હિપ ઇશ્યું કરીને કાલે ચર્ચા માટે પ્રસ્તાવ લાવવા દરમિયાન સદનમાં તેઓ હાજર રહેવા અને સરકારનું સમર્થન કરવા માટે જણાવાયું છે. અવિશ્વાસ મતમાં પાર્ટીની ભુમિકા મુદ્દે અટકળોને ખતમ કરતા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના એક નજીકના સુત્રએ કહ્યું કે કાલે લોકસભામાં સરકારનું સમર્થન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.