ભીમ આર્મી નેતા ચંદ્રશેખર આઝાદનું એલાન, `PM મોદી વિરુદ્ધ ચૂંટણી લડીશ`
ભીમ આર્મીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે કહ્યું છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણીના મેદાનમાં ઉતરશે.
મેરઠ: ભીમ આર્મીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે કહ્યું છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણીના મેદાનમાં ઉતરશે. બુધવારે તેમણે મેરઠમાં કહ્યું કે પહેલા તેઓ પોતાના સંગઠનમાંથી કોઈ મજબુત ઉમેદવારને ઉતારવાનો પ્રયત્ન કરશે અને જો ઉમેદવાર નહીં મળે તો તેઓ પોતે મોદી વિરુદ્ધ ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે પીએમ મોદી જ્યાંથી પણ ચૂંટણી લડશે તેઓ ત્યાંથી મેદાનમાં ઉતરશે.
આઝાદે કહ્યું કે 15 માર્ચના રોજ દિલ્હીમાં બહુજન હુંકાર રેલી થશે. જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે. તેને રોકવાના ગમે તેટલા પ્રયત્નો કરો, પરંતુ આ રેલી રોકાશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ બહુજન સમાજ માટે છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં માયાવતીને પૂરેપૂરું સમર્થન આપીશું. અખિલેશ યાદવે પ્રમોશનમાં અનામત મુદ્દે હજુ પોતાનું વલણ સ્પષ્ટ કરવાનું રહેશે. સપા સંરક્ષક મુલાયમ સિંહ પોતાના નિવેદનથી લોકોમાં ભ્રમ પેદા કરી રહ્યાં છે.
પ્રિયંકાએ યુપીમાં ખેલ્યો એવો જબરદસ્ત દાવ, અખિલેશ તાબડતોબ માયાવતીને મળવા દોડ્યા
તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધતા કહ્યું કે મંગળવારે દેવબંધમાં તેમની પદયાત્રા તેમના જ ઈશારે રોકાઈ હતી. તેમણે કહ્યું કે અમારી પાસે પદયાત્રાની મંજૂરી હતી, પરંતુ પ્રશાસન અને સરકાર એ વાત અંગે જૂઠ્ઠાણુ ફેલાવી રહ્યા છે. નોંધનીય છે કે ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદને પોલીસે મંગળવારે દેવબંધમાં આચારસંહિતાના ભંગના આરોપમાં અટકાયતમાં લીધા હતાં. ત્યારબાદ તબિયત બગડેલી હોવાના કારણે મેરઠમાં સારવાર માટે મોકલી દેવાયા.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...