નવી દિલ્હી : ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ISRO) 15 જુલાઇનાં દિવસે Chandrayaan-2 લોન્ચ કરવાનું છે. જો કે શું તમને ખબર છે કે માત્ર ચંદ્ર  અને મંગળ પર જ સેટેલાઇટ નથી છોડતું તેનું કામ છે સમાજની ભલાઇ માટે કામ કરવું. ઇસરોનું ધ્યેય વાક્ય જ છે કે, રાષ્ટ્રના વિકાસ માટે સ્પેસ ટેક્નોલોજી બનાવવી. જેથી હવામાન, સંચાર, આપદા પ્રબંધન, કૃષી, નેવિગેશન વગેરેમાં દેશને વિકસિત કરવામાં આવી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીએલ સંતોષ હશે ભાજપના નવા સંગઠન મહાસચિવ, કર્ણાટકમાં યેદિયુરપ્પાનો વિકલ્પ
શું તમને ખબર છે કે ઇસરોએ અત્યાર સુધી કેટલા એવા સેટેલાઇટ છોડ્યા છે જે સરહદનાં સિપાહીથી માંડીને ખેતી કરતા ખેડૂત સુધી દરેકને ફાયદો પહોંચાડી રહ્યું છે. આવો... જાણીએ કે ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ISRO)  એ અત્યાર સુધી કેટલા સેટેલાઇટ અંતરિક્ષમાં છોડ્યા છે અને તેઓ કેટલા પ્રકારનાં છે. કેવા પ્રકારનાં સેટેલાઇટ્સથી કોને ફાયદો થઇ રહ્યો છે. 


સિદ્ધુએ CMના બદલે રાહુલ ગાંધીને મોકલ્યું રાજીનામું, મંત્રીએ કહ્યું ટેક્નીકલી આ ખોટું
જ્યારે ડ્રમની નાવમાં બેસાડીને નવદંપત્તીને આપવી પડી વિદાય, નદીઓ ગાંડીતુર
ઇસરોએ અત્યાર સુધીમાં 370 ઉપગ્રહ છોડ્યા
ઇસરોએ અત્યાર સુધી અંતિરક્ષમાં કુલ 370 ઉપગ્રહ છોડ્યા છે. તેમાં 101 દેસી અને 269 વિદેશી સેટેલાઇટ્સ છે. મુન મિશન ચંદ્રયાન-2 જો સફળ થાય તો તેની સંખ્યા વધીને 371  થઇ જશે. ઇસરોએ દેશ માટે કુલ 101 સેટેલાઇટ લોન્ચ કર્યા છે. જેમાં સંચાર, ઇમરજન્સી વ્યવસ્થા, ઇન્ટરનેટ, સંરક્ષણ, હવામાન, શિક્ષણ જેવા અલગ અલગ ક્ષેત્રોને સેવાઓ આપનારા ઉપગ્રહ છે. 


સોલાનમાં બિલ્ડિંગ પડતા 3નાં મોત, સેનાનાં 18 જવાન અને 5 લોકોને કાટમાળમાંથી કઢાયા
41 સંચાર ઉપગ્રહ જેમણે આપી ઇન્ટરનેટ, ટીવી, હવામાન પૂર્વાનુમાન વગેરે સેવાઓ
ઇસરોના વૈજ્ઞાનિકોમાં આઝાદી બાદથી અત્યાર સુધી સંચાર વ્યવસ્થા મુદ્દે 41 ઉપગ્રહ છોડ્યા. જેમાંથી અત્યાર સુધી 15 કામ કરી રહ્યા છે. આ સેટેલાઇટ છે INSAT-3A, 3C, 4A, 4B, 4CR અને આ જ પ્રણાલીમાં આવનારા GSAT-6, 7, 8, 9, 10, 12, 14, 15, 16 અને 18. આ તમામ સેટેલાઇટ 200 ટ્રાંસપોંડર્સની મદદથી ટેલિફોન, મોબાઇલ, ટીવી, સમાચાર, ઇમરજન્સી વ્યવસ્થાપન, હવામાન પૂર્વાનુમાન જેવા કાર્યોમાં મદદ કરી રહ્યા છે. એટલું જ નહી હાલમાં જ ઓરિસ્સામાં આવેલા ચક્રવાતી તોફાન પર નજર માટે ઇસરોએ પાંચ ઉપગ્રહો લગાવ્યા હતા. ત્યારે સેંકડો લોકોનાં જીવ બચાવી શકાયા હતા.