બહુ જલદી ચંદ્રયાન-2 થશે લોન્ચ, ઈસરોએ જાહેર કર્યા તારીખ અને સમય
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ચંદ્રયાન-2ના લોન્ચની નવી તારીખ જાહેર કરી દીધી છે. ચંદ્રયાન 2 હવે 22 જુલાઈના રોજ બપોરે 2:43 કલાકે લોન્ચ કરવામાં આવશે.
નવી દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ચંદ્રયાન-2ના લોન્ચની નવી તારીખ જાહેર કરી દીધી છે. ચંદ્રયાન 2 હવે 22 જુલાઈના રોજ બપોરે 2:43 કલાકે લોન્ચ કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે આ અગાઉ સોમવારે 15 જુલાઈના રોજ ચંદ્રયાન 2 અંતરિક્ષમાં ઉડાણ ભરવાનું હતું પરંતુ ટેક્નિકલ ખામીના કારણે લોન્ચિંગ અટકી ગયું. ભારતીય અંતરિક્ષ એજન્સીએ પોતાના જિયોસમક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ માર્ક-3 (જીએસએલવી માર્ક-3)માં આવેલી ટેક્નિકલ ખામીને બરાબર કરી દીધી છે.
અત્રે જણાવવાનું કે બુધવારે એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે રોકેટ લોન્ચ માટે અનેક તારીખો પર વિચાર થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે લોન્ચની તારીખ 20થી 23 જુલાઈ વચ્ચે રાખી શકાય છે. રોકેટ ભારતના બીજા ચંદ્રમા મિશન ચંદ્રયાન-2 સાથે સોમવારે વહેલી સવારે 2:51 કલાકે ઉડાણ ભરવાનું હતું. પરંતુ અધિકારીઓને આ લોન્ચિંગના એક કલાટ પહેલા જ ખામીની જાણ થઈ. જેના કારણે તેને ત્યારે સ્થગિત કરી દેવાયું હતું.
જુઓ LIVE