ચેન્નાઈ: ઈસરોના અધ્યક્ષ કે સિવને રવિવારે જણાવ્યું કે રવિવારે સાંજે 6:43 કલાકથી ચંદ્રયાન-2ના લોન્ચિંગનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આ કાઉન્ટ ડાઉન દરમિયાન રોકેટ અને અંતરિક્ષ યાન પ્રણાલીની તપાસ થઈ રહી છે અને રોકેટના એન્જિનને શક્તિ આપવા માટે ઈંધણ ભરાઈ રહ્યું છે. નોંધનીય છે કે આ અગાઉ ચંદ્રયાન-2ને લઈને જીએસએલવી એમકે-3 રોકેટ 15 જુલાઈના રોજ વહેલી સવારે 2:51 કલાકે ઉડાણ ભરવાનું હતું. પરંતુ ટેક્નિકલ ખામીના કારણે રોકેટના લોન્ચિંગના બરાબર એક કલાક પહેલા જ ઉડાણ સ્થગિત કરવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈસરો સોમવારે ચંદ્રયાન-2 અંતરિક્ષ યાનને ચંદ્ર પર મોકલવા માટે સંપૂર્ણ રીતે તૈયાર  છે. ઈસરોના ચીફ કે સિવને રવિવારે આ અંગેની જાણકારી આપતા કહ્યું કે ચંદ્રયાન 2ના લોન્ચિંગને લઈને ઈસરો તરફથી સંપૂર્ણ  તૈયારીઓ  કરી લેવાઈ છે. પહેલાના લોન્ચિંગ વખતે જે ટેક્નિકલ ખામી સામે આવી હતી તેને દૂર કરી દેવાઈ છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...