શ્રીહરિકોટા: ચંદ્ર પર મોકલવામાં આવનારા ઈસરોના મહત્વકાંક્ષી ચંદ્રાયન 2 મિશનને લોન્ચિંગની બરાબર પહેલા જ રોકવામાં આવ્યું. લોન્ચિંગ સિસ્ટમમાં કોઈ ટેક્નિકલ ખામીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો. ઈસરોએ એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી. લોન્ચિંગની નવી તારીખની જાહેરાત બહુ જલદી કરવામાં આવશે. વહેલી સવારે 2.51 કલાકે થનારા લોન્ચિંગના કાઉન્ટડાઉન 56:24 અગાઉ મિશન કંટ્રોલ રૂમથી જાહેરાત બાદ 1.55 વાગે રોકવામાં આવ્યું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ લોન્ચિંગ જોવા માટે શ્રીહરિકોટામાં જ હાજર હતાં. ઈસરો તરફથી લોન્ચિંગ ટાળવાની અધિકૃત જાહેરાત થયા અગાઉ થોડા ભ્રમની સ્થિતિ જોવા મળી રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈસરોએ નિવેદન બહાર પાડીને કહ્યું કે લોન્ચિંગથી લગભગ એક કલાક અગાઉ લોન્ચ વ્હીકલ સિસ્ટમમાં એક ટેક્નિકલ ખામીની જાણ થઈ. સુરક્ષા કારણોસર અમે આજે લોન્ચ થનારા ચંદ્રયાન 2 મિશનને અહીં જ રોકવાનો નિર્ણય લીધો છે. લોન્ચિંગની નવી તારીખની જાહેરાત બહુ જલદી કરવામાં આવશે. 


ઈસરોના અન્ય એક અધિકારીએ જણાવ્યું કે ટેક્નિકલ ખામીના કારણે લોન્ચિંગ ટાળવામાં આવતું હોય છે. લોન્ચિંગ  વિન્ડોની અંદર લોન્ચ કરવું શક્ય નથી. લોન્ચિંગની નવી તારીખ અંગેની જાહેરાત પછીથી કરવામાં આવશે. અંતરિક્ષ એજન્સીએ આ અગાઉ લોન્ચિંગની તારીખ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં રાખી હતી પરંતુ ત્યારબાદ બદલીને જુલાઈ 15 કરી હતી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...