નવી દિલ્હીઃ ઈસરોએ મિશન ચંદ્રયાન-2ની લોન્ચિંગની તારીખની જાહેરાત કરી દીધી છે. ઇસરોના ચેરમેન કે સિવને કહ્યું કે, આગામી 15 જુલાઈએ સવારે 2.51 મિનિટ પર તેને મોકલવામાં આવશે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)એ જુલાઈમાં થનારા પોતાના મિશન ચંદ્રયાન-2ને લઈને મોટો ખુલાસો કર્યો છે. ઈસરોનું કહેવું છે કે આ મિશન હેઠળ અમે ચંદ્રમા પર તે જગ્યા પર ઉતરવા જઈ રહ્યાં છીએ જ્યાં અત્યાર સુધી કોઈ પહોંચ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા ઇસરોએ કહ્યું હતું કે ભારતના બીજા ચંદ્રયાન મિશનમાં 13 પેલોડ હશે અને તેમાં અમેરિકી અંતરિક્ષ એજન્સી NASAના પણ ઉપકરણ હશે. તેમાં લોડ કરનારા 13 પેલોડમાં ઓબિટ પર 8, લેન્ડર પર 3 અને રોવરની સાથે નાતાના એક પેસિવ એક્સપરીમેન્ટ (ઉપકરણ) પણ સામેલ હશે. પરંતુ ઇસરોએ નાસાના આ ઉપકરણના ઉદ્દેશ્યને સ્પષ્ટ કર્યાં નથી. તે સમયે પરંતુ ઇસરોએ કહ્યું હતું, 'અમે (ચંદ્રમા પર) તે જગ્યાએ ઉતરવા જઈ રહ્યાં છીએ જ્યાં કોઈ પહોંચ્યું નથી. અર્થાત ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર. આ ક્ષેત્રમાં હજુ સુધી કંઇ જોવામાં આવ્યું નથી. ચંદ્રયાન-2 પાછળા ચંદ્રયાન-1 મિશનનું ઉન્નત સંસ્કરણ છે. ચંદ્રયાન-1 અભિયાન આશરે 10 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું.'


આ અંતરિક્ષ યાનનું વજન 3.8 ટન છે. યાનમાં ત્રણ મોડ્યૂલ (વિશિષ્ટ ભાગ) ઓર્બિટર , લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) છે. ચંદ્રયાન-2 છ સપ્ટેમ્બરે ચંદ્રમા પર ઉતરવાની સંભાવના છે. ઓર્બિટર ચંદ્રમાની સપાટીથી 100 કિલોમીટર દૂર તેના પર ચક્કર લગાવશે, જ્યારે લેન્ડર (વિક્રમ) ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર આસાનીથી ઉતરશે અને રોવર (પ્રજ્ઞાન) પોતાની જગ્યા પર પ્રયોગ કરશે. ઇસરો પ્રમાણે આ અભિયાનમાં જીએસએલવી માર્ક 3 પ્રક્ષેપણ યાનનો ઉપયોદ કરવામાં આવશે. ઇસરોએ કહ્યું કે, રોવર ચંદ્રમાની સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગ કરશે. લેન્ડર અને ઓર્બિટર પર પણ વૈજ્ઞાનિક પ્રયોગના ઉપકરણો લગાવવામાં આવ્યા છે.