Lander Vikram Awakening: ઈસરો તરફથી ચંદ્ર પર મોકલવામાં આવેલા વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર હજુ સુધી ઊંઘમાંથી જાગ્યા નથી અને હવે ચંદ્રમા પર સાંજ થવાની તૈયારી છે. જલદી ચંદ્ર પર વળી પાછી ભયંકર ઠંડી રાત આવી જશે. પરંતુ વિક્રમ અને પ્રજ્ઞાનનું ન જાગવું એ ચિંતાનો વિષય બનેલો છે. અત્રે જણાવવાનું કે ચંદ્ર પર દિવસ ધરતીના એક દિવસ કરતા 29.5 ગણો મોટો હોય છે. એ હિસાબે ચંદ્ર પર એક દિવસમાં લગભગ 708.7 કલાક હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૃથ્વી પર 12 કલાકની રાત અને 12 કલાકનો દિવસ હોય છે. પરંતુ ચ્દર પર પૃથ્વીના 14 દિવસ બરાબર દિવસ અને 14 દિવસ  બરાબર રાત હોય છે. આમ હવે 14 દિવસ વીત્યા બાદ હવે ફરીથી ચંદ્ર પર રાત થવાની છે. પરંતુ વિક્રમ અને પ્રજ્ઞાને હજુ સુધી કોઈ સિગ્નલ મોકલ્યું નથી. આવો જાણીએ કે આવું કઈ રીતે થઈ રહ્યું છે. વિક્રમ અને પ્રજ્ઞાન હજુ સુધી ઊંઘમાંથી કેમ જાગ્યા નથી?


5 દિવસ બાદ અસ્ત થઈ જશે સૂર્ય
અત્રે જણાવવાનું કે આવામાં બરાબર પાંચ દિવસ બાદ હવે ફરીથી ચંદ્રમા પર સૂર્ય અસ્ત થશે. ત્યારબાદ ચંદ્રમાનો દક્ષિણી ધ્રુવ પણ ધીરે ધીરે ભયંકર ઠંડો થઈ જશે. ત્યાં ભીષણ ઠંડીવાળી રાત શરૂ થઈ જશે. ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર જ વિક્રમ અને પ્રજ્ઞાન છે. વિક્રમ અને પ્રજ્ઞાનની પાસે હવે ફક્ત 5 દિવસ બચ્યા છે. આજથી બરાબર 5 દિવસ બાદ ચંદ્ર પર ફરીથી રાત શરૂ થઈ જશે. 


ક્યારથી સૂતેલા છે
ઉલ્લેખનીય છે કે  ચંદ્રમા પર જ્યારે રાત થાય છે ત્યારે ત્યાં તાપમાન માઈનસ 180 ડિગ્રી સિલ્સિયસ સુધી પહોંચી જાય છે. ભીષણ ઠંડીમાં બેટરી અને અન્ય ઉપકરણ ખરાબ થઈ શકે છે. નોંધનીય છે કે 2 સપ્ટેમ્બરના રોજ પ્રજ્ઞાન ચંદ્રમા પર સૂઈ ગયું હતું.  પ્રજ્ઞાન 27 દિવસથી સૂતેલું છે અને વિક્રમે છેલ્લા લગભગ 25 દિવસથી કોઈ સિગ્નલ મોકલ્યું નથી. જો કે વિક્રમ અને પ્રજ્ઞાન સૂતા પહેલા જ પોતાનું કામ પૂરું કરી ચૂક્યા છે અને પ્રજ્ઞાન ફરીથી એક્ટિવ થાય તો તે મોટી સિદ્ધિ ગણાશે. 


કેમ જાગતા નથી વિક્રમ અને પ્રજ્ઞાન?
વિક્રમ અને પ્રજ્ઞાનને ધરતીથી ચંદ્રમા પર 15 દિવસની બેટરીની ક્ષમતા સાથે મોકલવામાં આવ્યા હતા. વિક્રમ અને પ્રજ્ઞાને પોતાના કામને ખુબ સારી રીતે અંજામ આપ્યો. પરંતુ રાત પડતા જ બેટરીની ક્ષમતા ઓછી હોવાના કારણે વિક્રમ અને પ્રજ્ઞાને કામ કરવાનું બંધ કર્યું. જો કે વૈજ્ઞાનિકોને આશા છે કે વિક્રમ અને પ્રજ્ઞાનમાં ફરીથી નવી ઊર્જાનો સંચાર થશે અને સૂર્યની રોશનીથી બેટરી ચાર્જ થઈ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube