ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બન્યો INDIA, રશિયા, અમેરિકા, ચીનને પછાડી ISRO એ ઇતિહાસ રચ્યો
Moon landing of Chandrayaan-3, Vikram Lander lands on South Pole of the Moon: ચંદ્રયાન-3 ના વિક્રમ લેન્ડરના સફળ લેન્ડિંગ દ્વારા ભારત દેશ ચંદ્ર પર પહોંચનાર સમગ્ર વિશ્વમાં ચોથો દેશ બન્યો છે. ચંદ્રયાન-3 ની સફળતાને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી છે.
Moon landing of Chandrayaan-3, Vikram Lander lands on South Pole of the Moon: ભારતે અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં ઈતિહાસ રચ્યો છે. ચંદ્ર પર મોકલવામાં આવેલ ભારતનું ત્રીજું મિશન સફળ રહ્યું છે. ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે.
40 દિવસનો આખરે તે સમય પુરો થઈ ગયો છે. પૃથ્વીથી ચંદ્ર સુધી 3.84 લાખ કિલોમીટરની મુસાફરી કર્યા પછી ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતર્યું છે. આ સાથે રશિયા, અમેરિકા અને ચીન પછી ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે. જ્યારે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.
હવે નજર પ્રજ્ઞાન રોવર પર છે, જે સ્થિતિ સામાન્ય થયા બાદ ચંદ્રની સપાટી પર દોડશે. તેના એક પૈડા પર ઈસરોનું પ્રતીક કોતરેલું છે અને બીજા પૈડા પર અશોક સ્તંભ કોતરાયેલો છે. પ્રજ્ઞાન રોવર ચાલવાનું શરૂ કરશે કે તરત જ ચંદ્રની સપાટી પર ઈસરો અને અશોક સ્તંભનો લોગો અંકિત થઈ જશે.
ચંદ્રયાન-3 માટે હવે આગામી કેટલાક પગલાં મહત્વપૂર્ણ
- 1. રોવર બહાર આવશે
- 2. 14 દિવસમાં શું થશે
- 3. ઈસરોને કઈ માહિતી મોકલવામાં આવશે
ચંદ્રયાન-3 કેવી રીતે રચ્યો ઇતિહાસ?
ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 મિશન ચંદ્રયાન-2નો આગળનો તબક્કો છે, જે ચંદ્રની સપાટી પર ઉતરશે અને પરીક્ષણો હાથ ધરશે. તે ચંદ્રયાન-2 જેવું જ દેખાય છે, જેમાં લેન્ડર અને રોવર સામેલ છે. ચંદ્રયાન-3નું ફોકસ ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા પર છે. મિશનની સફળતા માટે નવા સાધનો બનાવવામાં આવ્યા છે. અલ્ગોરિધમ્સમાં સુધારો કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-2 મિશન ચંદ્રની સપાટી પર કયા કારણોસર ઉતરી શક્યું નથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આ મિશન 14 જુલાઈના રોજ બપોરે 2:35 કલાકે શ્રીહરિકોટા સેન્ટરથી ઉડાન ભરી હતી અને આજે પ્લાન મુજબ ચંદ્ર પર ઉતર્યું હતું. આ મિશનથી ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો.
છેલ્લા બે મિશન
- ચંદ્રયાન-1
- તે ઓક્ટોબર 2008માં મોકલવામાં આવ્યું હતું. તેણે ચંદ્ર પર પાણીની શક્યતા શોધીને ઈતિહાસ રચ્યો છે. આ પછી, ચંદ્ર વિશે વિશ્વની તમામ સ્પેસ એજન્સીઓની ઉત્સુકતા વધી ગઈ.
ચંદ્રયાન-2
- જુલાઈ 2019: આ યાન હજુ પણ ચંદ્રની 100 કિલોમીટરની ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે. તે માત્ર એક વર્ષ માટે ચલાવવાનું હતું, પરંતુ અત્યાર સુધી તે માહિતી મોકલી રહ્યું છે. તેમાં વિશ્વનો શ્રેષ્ઠ કેમેરો લાગેલો છે, જેણે ચંદ્રના લગભગ દરેક ભાગની તસવીરો લીધી છે.