ચંદ્રયાન 2ના ઓર્બિટરથી નવો સંદેશો આવ્યો છે. તેણે લખ્યું છે કે તે ચંદ્રયાન 3ના લેન્ડરની જાસૂસી કરી રહ્યું છે. અસલમાં ચંદ્રયાન 2ના ઓર્બિટરે ચંદ્રયાન 3ના લેન્ડર ઉપરથી તસવીર લીધી છે. બે તસવીરોનું કોમ્બીનેશન છે. જેમાં ડાબી બાજુવાળા ફોટામાં જગ્યા ખાલી છે. જ્યારે જમણા ફોટામાં વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરેલું જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમણી તસવીરમાં લેન્ડર દેખાઈ રહ્યું છે જેને ઝૂમ કરીને ઈનસેટમાં પણ દેખાડવામાં આવ્યું છે. ચંદ્રયાન 2માં ઓર્બિટર હાઈ રિઝોલ્યૂશન કેમેરા લાગ્યા છે. ચંદ્રની ચારેબાજુ હાલ જેટલા પણ દેશોના ઓર્બિટર ઘૂમી રહ્યા છે તેમાંથી સૌથી સારો કેમેરો ચંદ્રયાન 2ના ઓર્બિટરમાં લાગ્યો છે. 


બંને તસવીરો લોન્ચિંગવાળા દિવસે લેવાઈ હતી. ડાબી બાજુની પહેલી તસવીર 23 ઓગસ્ટના રોજ બપોરે 2.28 મિનિટ પર લેવાઈ હતી. જેમાં ચંદ્રની સપાટી પર કોઈ લેન્ડર દેખાઈ રહ્યું નથી.  બીજી તસવીર 23 ઓગસ્ટની રાતે 10.17 મિનિટ પર લેવાઈ હતી. જેમાં વિક્રમ લેન્ડર  ચંદ્રની સપાટી પર ઉતરેલું જોવા મળી રહ્યું છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube