જ્યાં ઉતર્યું ચંદ્રયાન 3 ભારતે તેને આપ્યું `શિવ શક્તિ` નામ, ચંદ્રયાન-2ના પદચિન્હવાળી જગ્યા હવે `તિરંગા પોઈન્ટ`ના નામથી ઓળખાશે
Chandrayaan 3: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ઈસરો ટેલીમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સમાં વૈજ્ઞાનિકોને કરેલા સંબોધન દરમિયાન મોટી જાહેરાત કરી. જે સ્થળ પર ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડરે સોફ્ટ લેન્ડિંગ કર્યું તે પોઈન્ટ વહે શિવ શક્તિના નામથી ઓળખાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ઈસરો ટેલીમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સમાં વૈજ્ઞાનિકોને કરેલા સંબોધન દરમિયાન મોટી જાહેરાત કરી. જે સ્થળ પર ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડરે સોફ્ટ લેન્ડિંગ કર્યું તે પોઈન્ટ વહે શિવ શક્તિના નામથી ઓળખાશે. પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રમાના જે સ્થળ પર ચંદ્રયાન 2એ પોતાના પદચિન્હ છોડ્યા છે તે પોઈન્ટ હવે તિરંગા પોઈન્ટ તરીકે ઓળખાશે. આ સાથે જ વધુ એક મહત્વની જાહેરાત કરતા તેમણે કહ્યું કે 23 ઓગસ્ટના રોજ જ્યારે ભારતે ચંદ્રમા પર તિરંગો લહેરાવ્યો તે દિવસ હવે National Space Day તરીકે ઉજવાશે.
પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને સંબોધન કરતા કહ્યું કે તમારા બધા વચ્ચે આવીને આજે એક અલગ પ્રકારની ખુશી મહેસૂસ કરી રહ્યો છું. કદાચ આવી ખુશી ખુબ જ દુર્લભ અવસરો પર થાય છે. જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે રઘવાટ હાવી થઈ જાય છે. આ વખતે મારી સાથે પણ આવું જ થયું છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube