Chandrayaan 3 Mission : ચંદ્રયાન-3 મિશનનું રોવર પ્રજ્ઞાન (Pragyan Rover) ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચાલી રહ્યું છે. ઈસરોએ (ISRO) સોમવારે (28 ઓગસ્ટ) રોવરની કેટલીક વધુ તસવીરો જાહેર કરી છે. ઉપરાંત, ઈસરોએ જણાવ્યું કે રવિવારે (27 ઓગસ્ટ) રોવર એક મોટા ખાડા પાસે પહોંચી ગયું હતું. જો કે, તે સુરક્ષિત પાછું ફરી ગયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Aditya-L1 Launch Date: સૂર્ય મિશનની આવી ગઇ તારીખ, Aditya-L1 બે સપ્ટેમ્બરે થશે લોન્ચ
Weird Festival: માણસના આખા શરીરને રંગવાની હોય છે કોમ્પ્ટિશન, 40 દેશોના લોકો આવે છે અહીં
Weird Festival: આ દેશની સેના દુશ્મન પર કરે છે સંતરા વડે હુમલો, મારી મારીને કરી દે છે હાલત ખરાબ


ફોટો શેર કરતા, ISROએ ટ્વીટ કર્યું (હવે X) કહ્યું, "27 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3 મિશનનું રોવર પ્રજ્ઞાન તેના સ્થાનથી 3 મીટર આગળ 4 મીટર વ્યાસના ખાડા (ક્રેટર) પર પહોંચ્યું હતું. જે બાદ તેને પરત ફરવાનો કમાન્ડ આપવામાં આવ્યો હતો. હવે સુરક્ષિત રીતે એક નવા રસ્તા તરફ તરફ આગળ વધી રહ્યું છે."


30 સેકન્ડનું કામ, ઇંફેક્શન અને બિમારીઓનું કામ થશે તમામ, દિનચર્યામાં સામેલ કરો આ આદત
ત્વચાને ચમકાવવાની સાથે સાથે સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે ચોખાનું ઓસામણ,જાણો ફાયદા
Government Scheme: મહિલાઓ માટે ખાસ છે આ સ્કીમ, મળશે 6000 રૂપિયા, જાણો શું છે શરતો


ચંદ્રની સપાટીનો ગ્રાફ જાહેર થયો
આ પહેલા રવિવારે ISROએ ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર સાથે જોડાયેલ ચેસ્ટ પેલોડની ચંદ્ર સપાટી પર માપવામાં આવેલા તાપમાનના તફાવતનો ગ્રાફ બહાર પાડ્યો હતો. ISRO દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્રાફમાં, ચંદ્રની સપાટીનું તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસથી 50 ડિગ્રી સેલ્સિયસથી વધુ દેખાય છે. ઈસરોએ જણાવ્યું હતું કે પેલોડમાં તાપમાનની તપાસ છે જે સપાટીથી 10 સેમીની ઊંડાઈ સુધી પહોંચવામાં સક્ષમ છે. તેમાં 10 ટેમ્પરેચર સેન્સર છે. તમને જણાવી દઈએ કે ઈસરોએ 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું હતું.


Bank Holidays: September માં આટલા દિવસ બંધ રહેશે બેંકો, જલદી ચેક કરી લો લિસ્ટ
Job In Foreign: વિદેશમાં નોકરી સાથે મળે છે તગડો પગાર, ધોરણ 12 પછી કરી લો આ 6 કોર્સ

WATCH: શિખર ધવનનો ખુલ્લેઆમ કોણે પકડી લીધો કોલર? આગની માફક વાયરલ થયો VIDEO


23 ઓગસ્ટે સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું
ચંદ્રયાનના લેન્ડર મોડ્યુલે 23 ઓગસ્ટે સાંજે 6 કલાક અને 4 મીનિટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. રોવર પ્રજ્ઞાન લેન્ડિંગના થોડા કલાકો બાદ વિક્રમ લેન્ડરમાંથી બહાર આવ્યું હતું. આ પહેલા કોઈ દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચ્યો ન હતો. આમ કરનાર ભારત પ્રથમ દેશ બન્યો છે.


દુર્ભાગ્ય દુર કરી સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધારે છે રાઈના આ ટોટકા, કરજથી પણ થશો મુક્ત
ભદ્રા કાળમાં ભૂલથી પણ વીરાને બાંધતા નહી રાખડી, પહેલાં જાણો તારીખ અને શુભ મુર્હુત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube