Chandrayaan-3: વિક્રમ લેન્ડરના LPDC કેમેરાએ બનાવ્યો ચંદ્રનો વીડિયો, તમે પણ જુવો કેવી દેખાય છે ચંદ્રની સપાટી
Chandrayaan-3 ના વિક્રમ લેન્ડરે ચંદ્રમાની સપાટીનો નવો વીડિયો બનાવ્યો છે. તેને ઈસરોએ પોતાના એક્સ હેન્ડલ પર શેર કર્યો છે. જે કેમેરાએ વીડિયો બનાવ્યો છે, તેનું નામ છે LPDC. એટલે લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા. તમે અહીં જુઓ એલપીડીસીએ બનાવેલ વીડિયો અને તસવીરો..
નવી દિલ્હીઃ ISRO એ પોતાના એક્સ હેન્ડલ પર ચંદ્રની સપાટીનો વીડિયો જારી કર્યો છે. આ વીડિયો વિક્રમ લેન્ડર પર લાગેલા LPDC સેન્સરે બનાવ્યો છે, જેનું નામ લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (Lander Position Detection Camera) છે.
LPDC વિક્રમ લેન્ડરના નિચેના ભાગમાં લાગેલો છે. આ એટલા માટે લગાવવામાં આવ્યો છે જેથી વિક્રમ પોતાના માટે લેન્ડિંગની યોગ્ય અને સપાટ જગ્યા શોધી શકે. આ કેમેરાની મદદથી જોઈ શકાય છે કે વિક્રમ લેન્ડર કોઈ ખાડાવાળી જગ્યા પર લેન્ડ તો કરી રહ્યું નથી. કે કોઈ ખાડા એટલે કે ક્રેટરમાં તો જઈ રહ્યું નથીને.
આ કેમેરાને લેન્ડિંગથી થોડે પહેલા ફરી ઓન કરી શકાય છે. કારણ કે હાલ જે તસવીરો આવી છે, તેને જોઈને લાગે છે કે આ કેમેરો ટ્રાયલ માટે ઓન કરવામાં આવ્યો હતો. જેથી વીડિયો કે તસવીરોથી ખ્યાલ આવી શકે કે તે કેટલો યોગ્ય રીતે કામ કરી રહ્યો છે. ચંદ્રયાન-2માં પણ આ સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સારી રીતે કામ કરી રહ્યો હતો.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube