Chandrayaan-3 Project Details: ચંદ્રયાન 3ના લોન્ચ સાથે ભારત એકવાર ફરીથી ચંદ્રની સપાટી પર પહોંચવાની કોશિશ કરશે. ISRo ના વૈજ્ઞાનિક આતુરતાપૂર્વક 14 જુલાઈ 2023ની રાહ જોઈ રહ્યા છે. શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-3ને ચાંદ તરફથી લોન્ચ કરવામાં આવશે. ISRO નું છેલ્લું મૂન મિશન ચંદ્રયાન-2 અંતિમ સમયે નિષ્ફળ ગયું હતું. ચંદ્રયાન-3ને ગત વખતની ભૂલોમાંથી પાઠ ભણતા ડિઝાઈન કરવામાં આવ્યું છે. ચંદ્ર પર સફળ લેન્ડિંગ સાથે જ ભારત આવું કરનાર ચોથો દેશ બનશે. અત્યાર સુધીમાં ફક્ત અમેરિકા, રશિયા અને ચીન જ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવી શક્યા છે. ISRO એ ચંદ્રયાન-3ને અનેક પ્રકારના ટેસ્ટમાંથી પસાર કર્યું છે જેથી કરીને ચંદ્રયાન-2 જેવી ભૂલ થઈ શકે નહીં. ચંદ્રયાન-3 પ્રોજેક્ટ સંલગ્ન તમામ વાતો આ 5 પોઈન્ટમાં સમજો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદ્રયાન-3 પ્રોજેક્ટ શું છે? ચંદ્રયાન-2થી આ કેટલું અલગ છે
ચંદ્રયાન ભારતનો મહત્વકાંક્ષી અંતરિક્ષ પ્રોજેક્ટ છે. તેના દ્વારા ભારતીય વૈજ્ઞાનિક ચંદ્ર વિશે વધુ જાણકારી મેળવવા માંગે છે. 2003ના સ્વતંત્રતા દિવસ સંબોધનમાં તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ ચંદ્ર સંલગ્ન મિશનની જાહેરાત કરી હતી. ISRO એ 2008માં ચંદ્રયાન-1 લોન્ચ કર્યું હતું. તે ડીપ સ્પેસમાં ભારતનું પહેલું મિશન હતું. 2019માં ચંદ્રયાન-2ને લોન્ચ કર્યું હતું. 14 જુલાઈ 2023ના રોજ શ્રીહરિકોટાથી ચંદ્રયાન-3 ઉડાણ ભરશે. 


ચંદ્રયાન-2માં જ્યાં ઓર્બિટર, લેન્ડર અને રોવર હતા. ત્યારે ચંદ્રયાન-3માં પ્રપલ્શન મોડ્યુલ, લેન્ડર અને રોવર હશે. ચંદ્રયાન-3નું લેન્ડર+રોવર ચંદ્રયાન-2 ના લેન્ડર+રોવરથી લગભગ 250 કિલો વધુ વજનવાળું છે. ચંદ્રયાન-2ની મિશન લાઈફ અંદાજે 7 વર્ષ હતી. જ્યારે ચંદ્રયાન-3ની પ્રપલ્શન મોડ્યૂલને 3થી 6 મહિના કામ કરવા માટે ડિઝાઈન કરાયું છે. ચંદ્રયાન 2ની સરખામણીમાં ચંદ્રયાન 3 વધુ ઝડપથી ચંદ્ર  તરફ આગળ વધશે. ચંદ્રયાન-3ના લેન્ડરમાં 4 થ્રસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. 


લેન્ડર અને રોવરના નામ
ચંદ્રયાન-3નું કાઉન્ટડાઉન ગઈ કાલે શરૂ થઈ ગયું. ISRO ના જણાવ્યાં મુજબ ચંદ્રયાન-3ને LMV3 રોકેટ લઈને જશે. ચંદ્રયાન-3ની લોન્ચ ડેટ 14 જુલાઈ એટલે કે આજનો દિવસ નક્કી કરવામાં આવેલો છે. બપોરે 14:35:17 વાગે લોન્ચનો સમય નિર્ધારિત છે. 


ચંદ્રયાન-3ના લોન્ચનું લાઈવ ટેલિકાસ્ટ ISRO ની ઓફિશિયલ વેબસાઈટ (http://isro.gov.in) ઉપરાંત ફેસબુક પેજ (https://facebook.com/ISRO) અને યુટ્યૂબ (https://youtube.com/watch?v=q2ueCg) પર જોઈ શકાશે.


ચંદ્રયાનના રોવર અને લેન્ડરના નામમાં કોઈ ફેરફાર કરાયા નથી. ચંદ્રયાન-3ના લેન્ડરનું નામ વિક્રમ છે અને રોવરનું નામ પ્રજ્ઞાન જ રહેશે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube