ચેન્નાઈઃ ભારતનું ચંદ્રયાન-2 મંગળવારે સવારે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. ભારતીય અંતરીક્ષ એજન્સી ઈસરોના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-2 પર રહેલી બે મોટરને સક્રિય કરવાની સાથે જ આ યાન ચંદ્રની કક્ષામાં પહોંચી જશે. ચંદ્રયાન-2ના ચંદ્રની કક્ષામાં પહોંચ્યા પછી ઈસરો કક્ષાના અંદર આ યાનને ચાર વખત (21, 28 અને 30 ઓગસ્ટ તથા 1 સપ્ટેમ્બર)ના રોજ તેની દિશા પરિવર્તિત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યાર પછી તે ચંદ્રના ધ્રુવની ઉપરથી પસાર થઈને સૌથી નજીક એટલે કે 100 કિમીની પોતાની નિર્ધારિત કક્ષામાં પહોંચી જશે. ત્યાર પછી વિક્રમ લેન્ડરને 2 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન-2માંથી અલગ કરીને ચંદ્રની સપાટી પર ઉતારવામાં આવશે. ઈસરોએ જણાવ્યું કે, ચંદ્રની સપાટી પર 7 સપ્ટેમ્બર, 2019ના રોજ લેન્ડરને ઉતારતાં પહેલાં ધરતી પરથી બે કમાન્ડ આપવામાં આવશે, જેથી તેની ગતિ અને દિશારી સુધારી શકાય. 


મોગલોના વંશજ પ્રિન્સ હબીબુદ્દીન તુસી બોલ્યા, 'અયોધ્યામાં રામ મંદિર બનશે તો સોનાની ઈંટ આપીશ'


[[{"fid":"229269","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-2ને જીયોસિન્ક્રોનસ સેટેલાઈન્ટ લોન્ચ વ્હિકલ માર્ક-2 (GSLV MKIII) દ્વારા લોન્ચ કરાયું હતું. આ યાનના ત્રણ ભાગ છે. જેમાં ઓર્બિટર (વજન 2,379 કિગ્રા, 8 પેલોડ સાથે), લેન્ડર વિક્રમ શ્ર1,471 કિગ્રામ, ચાર પેલોડ સાથે) અને રોવર પ્રજ્ઞાન (વજન 27 કિગ્રા, બે પેલોડ સાથે)નો સમાવેશ થાય છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....